Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસા રેડક્રોસ દ્વારા છાશ વિતરણ:વિશ્વ રેડક્રોસ દિવસે હિટ વેવ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

    6 days ago

    મોડાસા, અરવલ્લી જિલ્લા શાખા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ચાર રસ્તા ખાતે શ્રમિકો માટે છાશ વિતરણ અને હિટ વેવ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ 8 મેના રોજ આવતા વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે આયોજિત સેવા સપ્તાહના ભાગરૂપે હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મજૂર વર્ગ અને શ્રમિકોએ ભાગ લીધો હતો. તેઓને ઉનાળાની ગરમીમાં રાહત આપતી ઠંડી છાશનું વિતરણ કરાયું હતું. રેડક્રોસના ચેરમેન વનિતાબેન પટેલે ઉનાળામાં પડતી અતિશય ગરમી અને તેનાથી થતા નુકસાન અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ગરમીથી બચવા માટેના વિવિધ ઉપાયો પણ સમજાવ્યા હતા. આ પ્રસંગે રેડક્રોસના કારોબારી સભ્યો કનુભાઈ પટેલ અને મુકેશભાઈ પટેલ સહિત અનેક સામાજિક કાર્યકરો તથા સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હિન્દુ-મુસ્લિમ યુવક-યુવતીના લગ્નનો વિવાદ:મેટ્રો કોર્ટમાં મેરેજ રજિસ્ટ્રેશન કરવા આવતા હોવાની જાણ થતા VHP કોર્ટ પર પહોંચ્યું,લગ્ન નોંધણી મોકૂફ
    Next Article
    હર્ષદ દરિયાકાંઠેથી રૂ. 2.27 કરોડનો ચરસ ઝડપાયો:સિકોતેર માતાજી મંદિર પાછળથી 4.548 કિલો અફઘાન ચરસ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment