Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હર્ષદ દરિયાકાંઠેથી રૂ. 2.27 કરોડનો ચરસ ઝડપાયો:સિકોતેર માતાજી મંદિર પાછળથી 4.548 કિલો અફઘાન ચરસ મળ્યો

    6 days ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગામે દરિયાકાંઠા વિસ્તારમાંથી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અહીં સિકોતેર માતાજી મંદિર પાછળથી રૂ. 2.27 કરોડની કિંમતનો 4.548 કિલો અફઘાન ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં ઝડપાયો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સિકોતેર માતાજી મંદિરની દક્ષિણ બાજુ આવેલા ફિલ્ટર પ્લાન્ટ પાછળથી આ ચરસ મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા 4.548 કિલો અફઘાન ચરસની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 2,27,40,000 આંકવામાં આવી છે. આ મામલે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ASI વજશીભાઈ કારૂભાઈ પોસ્ટરીયાએ આ ફરિયાદ નોંધાવી હતી. PI આર.એન. હાથલીયાની દેખરેખ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે PSI એન.એન. વાળા આ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારમાંથી સતત નશીલા પદાર્થોના જથ્થા મળી રહ્યા છે. આ ઘટનાઓને પગલે સુરક્ષા એજન્સીઓ પણ વધુ સતર્ક બની છે અને દરિયાઈ સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોડાસા રેડક્રોસ દ્વારા છાશ વિતરણ:વિશ્વ રેડક્રોસ દિવસે હિટ વેવ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
    Next Article
    10 हज़ार की रिश्वत लेते हुए धामपुर तहसील मे तैनात महिला लेखपाल अपने भाई के साथ केमरे मे कैद

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment