Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિતા સાથેનો ઝઘડો શાંત પાડવા જતાં પુત્ર લોહીલુહાણ:સરદારનગરમાં રોડ ક્રોસ કરવા મુદ્દે બબાલ, અજાણ્યા બાઈકચાલકે યુવક પર છરી વડે હુમલો કર્યો

    2 days ago

    ભાવનગરના સરદારનગર વિસ્તારમાં રોડ ક્રોસ કરવા જેવી સામાન્ય બાબતે એક અજાણ્યા બાઈકચાલકે આતંક મચાવ્યો હતો. કારમાં પરિવાર સાથે જઈ રહેલા યુવકે તેના પિતા અને બાઈકચાલક વચ્ચેનો ઝઘડો શાંત પાડવાનો પ્રયાસ કરતા, ઉશ્કેરાયેલા બાઈકચાલકે યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે, જ્યારે હુમલાખોર ફરાર થઈ ગયો છે. શું હતી સમગ્ર ઘટના? ઘોઘા તાલુકાના ઉખરલા ગામના વતની 19 વર્ષીય ધ્રુવરાજસિંહ ઝાલા 6 મેની રાત્રે સાડા નવેક વાગ્યે પરિવાર સાથે ક્રેટા કારમાં ભાવનગરના રમણનગર વિસ્તારમાં જઈ રહ્યા હતા. સરદારનગર મેઘાણી ઓડિટોરિયમ પાછળથી પસાર થતી વખતે તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા મોટરસાઇકલ (નંબર GJ-04-ES-7349) ચાલકે કાર સામે બાઈક ઉભું રાખી દીધું હતું. ઝઘડો શાંત પાડવા જતાં હુમલો થયો બાઈકચાલકે ધ્રુવરાજસિંહના પિતા સાથે 'જોઈને ગાડી ચલાવવાનું' કહીને બોલાચાલી શરૂ કરી હતી. પિતા સાથે થઈ રહેલી માથાકૂટ જોઈને ધ્રુવરાજસિંહ કારની બહાર નીકળ્યા હતા અને મામલો થાળે પાડવા માટે કહ્યું હતું કે, "જે થયું હોય તે જવા દો." આ સાંભળતા જ બાઈકચાલક વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલી છરી વડે ધ્રુવરાજસિંહ પર હુમલો કરી દીધો હતો. હુમલાખોર બાઈક મૂકીને ફરાર રાત્રિના સમયે જાહેર રસ્તા પર છરીબાજી થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોનું ટોળું એકઠું થતું જોઈ હુમલાખોર બાઈકચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસ કાર્યવાહી આ અંગે ઘોઘારોડ પોલીસે ધ્રુવરાજસિંહની ફરિયાદના આધારે અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ BNS કલમ 118(1) (ગંભીર ઈજા પહોંચાડવી), જીપી એક્ટ 135 (હથિયારબંધીના જાહેરનામાનો ભંગ) મુજબ ગુનો નોંધી બાઈક નંબરના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    3 તમાચા, 2 મુક્કા માર્યા બાદ ચપ્પુ કાઢ્યું, VIDEO:સુરતમાં ઉછીના આપેલા 1 લાખની ઉઘરાણીમાં મામલો બિચક્યો, જાહેરમાં યુવકને લાફા ઝીંકી ચપ્પુ બતાવી ધમકી
    Next Article
    સિડનીમાં ગરવી ગુજરાત દ્વારા સ્થાપના દિવસ ઉજવાયો:સરદાર પટેલ યુનિવર્સિટીના VC ડૉ. નિરંજન પટેલે વિડિયો સંદેશ પાઠવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment