Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિડનીમાં ગરવી ગુજરાત દ્વારા સ્થાપના દિવસ ઉજવાયો:સરદાર પટેલ યુનિવર્સિટીના VC ડૉ. નિરંજન પટેલે વિડિયો સંદેશ પાઠવ્યો

    2 days ago

    સિડનીમાં 'ગરવી ગુજરાત ઓસ્ટ્રેલિયા' દ્વારા ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. 'વિવિધતામાં એકતા'ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયા સ્થિત ગુજરાતી સમાજે પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. નિરંજન પટેલે વિડિયો સંદેશ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ગરવી ગુજરાત ઓસ્ટ્રેલિયા અને સરદાર પટેલ યુનિવર્સિટી વચ્ચેના સમજૂતી કરાર (MoU) નો ઉલ્લેખ કર્યો. ડૉ. પટેલે પાર્થ પટેલ, અંકુર પટેલ, ચેતનભાઈ, ભારતના પ્રતિનિધિ ધવત શાહ અને તુષાર મજમુદાર સહિત ઓસ્ટ્રેલિયામાં વસતા તમામ ગુજરાતીઓને અભિનંદન આપ્યા. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા તથા ભારતના રાષ્ટ્રગાનથી થઈ હતી. ગુજરાત રાજ્યની સ્થાપનાની યાદમાં આ ઉત્સવનું આયોજન કરાયું હતું. આ ઉજવણી ગુજરાતીઓની સાહસિકતા અને મજબૂત સામાજિક મૂલ્યોનું પ્રતીક બની, જેમાં સાંસ્કૃતિક નૃત્યો અને સંગીત દ્વારા માતૃભૂમિની યાદ તાજી કરવામાં આવી. આ કાર્યક્રમમાં અનેક પ્રતિષ્ઠિત કાઉન્સિલરો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રીના જેઠી (કાઉન્સિલર, હિલ્સ શાયર કાઉન્સિલ), નીરવ સુથારીયા (ડેપ્યુટી CGI, સિડની), સમીર પાંડે (કાઉન્સિલર, પેરામેટા કાઉન્સિલ), મોહિત કુમાર (કાઉન્સિલર), નવનીત કેથીરેડ્ડી (OFBJP તેલંગાણા ચેપ્ટર હેડ), પિનાલ પટેલ (ગુજરાતી સ્કૂલ), સાંઈ પ્રવાસ્તુ જી (હિન્દુ કાઉન્સિલ ઓસ્ટ્રેલિયા), શૈલેન્દ્ર રાવત અને પ્રદીપ સક્સેના (વિશ્વ હિન્દુ પરિષદ), સૈકત મંડલ (બંગાળી એસોસિએશન), મોહિતિન (મલયાલમ એસોસિએશન), વિજય હલગુલી (કન્નડ સંગમ), મનોજ દેસાઈ (સેવા ઓસ્ટ્રેલિયા), અંકુર પટેલ અને ચેતન કુસુમગર (ગરવી ગુજરાત ઓસ્ટ્રેલિયા કોર ટીમ), રાહુલ જેઠી (હિન્દુ સ્કૂલ સિડની), મહર્ષિ બ્રહ્મભટ્ટ (માઈલસ્ટોન લિવિંગ) અને ડો. ધવલ ઘેલાણી (શ્રીમદ રામચંદ્ર મિશન) નો સમાવેશ થાય છે. 'ગરવી ગુજરાત ઓસ્ટ્રેલિયા' સંસ્થાએ કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ કરનાર પ્રાયોજકો, કલાકારો, સ્વયંસેવકો અને આયોજક ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પિતા સાથેનો ઝઘડો શાંત પાડવા જતાં પુત્ર લોહીલુહાણ:સરદારનગરમાં રોડ ક્રોસ કરવા મુદ્દે બબાલ, અજાણ્યા બાઈકચાલકે યુવક પર છરી વડે હુમલો કર્યો
    Next Article
    Live Updates: Tamil Nadu Governor, Vijay's Meet Concludes After About An Hour

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment