Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 તમાચા, 2 મુક્કા માર્યા બાદ ચપ્પુ કાઢ્યું, VIDEO:સુરતમાં ઉછીના આપેલા 1 લાખની ઉઘરાણીમાં મામલો બિચક્યો, જાહેરમાં યુવકને લાફા ઝીંકી ચપ્પુ બતાવી ધમકી

    2 days ago

    સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ઉછીના લીધેલા રૂપિયા પરત ન આપવા બાબતે એક યુવક પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ જાહેરમાં યુવકને ત્રણ તમાચા અને પીઠ પર ઢીંક-મુક્કીનો માર મારી કમરમાંથી ચપ્પુ કાઢી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સાથે જ આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. 7 વર્ષ જૂની ભાગીદારી અને 1 લાખનું દેવું વિવાદનું કારણ ફરિયાદી મહેશભાઈ રાણાભાઈ રાદડીયાએ પોલીસને જણાવ્યું કે, તેઓ અગાઉ આરોપી મનસુખ ખીમજીભાઈ માલવીયા સાથે હીરા કટિંગના ધંધામાં ભાગીદાર હતા. જોકે, 2023માં ધંધામાં ખોટ આવતા ભાગીદારી છૂટી કરી હતી. આ દરમિયાન મહેશભાઈએ મનસુખભાઈ પાસેથી 1 લાખ હાથ ઉછીના લીધા હતા, જે આર્થિક સગવડ ન હોવાથી તેઓ પરત કરી શક્યા નહોતા. રસ્તામાં આંતરીને હુમલો કર્યો ગત 03 મે, 2026ના રોજ રાત્રે 10:30 વાગ્યાના સુમારે મહેશભાઈ અને તેમનો દીકરો કારખાનેથી મોટરસાયકલ પર ઘરે જઈ રહ્યા હતા. આ સમયે મોટા વરાછા યમુના ચોક પાસે આરોપી મનસુખભાઈએ પોતાની બાઈક લઈને તેમને આંતર્યા હતા. આરોપીએ ગંદી ગાળો આપી ધમકી આપી હતી કે, જો દિવાળી સુધીમાં મારા રૂપિયા પરત નહીં મળે તો ધ્યાન રાખજે. 3 તમાચા, મુક્કા માર્યા બાદ ચપ્પુ કાઢ્યું જ્યારે ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડી, ત્યારે આવેશમાં આવીને આરોપી મનસુખભાઈએ મહેશભાઈને ગાલ પર એક બાદ એક ત્રણ તમાચા ઝીંકી દીધા હતા અને પીઠના ભાગે ઢીંક-મુક્કીનો માર માર્યો હતો. આટલેથી ન અટકતા આરોપીએ પોતાની કમરમાંથી ચપ્પુ કાઢી મારવા દોડ્યો હતો. જોકે, ફરિયાદી જીવ બચાવવા દૂર ખસી જતાં અને આસપાસના લોકો ભેગા થઈ જતાં આરોપી તને જીવતો નહીં રહેવા દઉં તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ ઘટના બાદ ડરી ગયેલા ફરિયાદીએ પત્ની સાથે ચર્ચા કરી અંતે 6 મેના રોજ ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસે આરોપી મનસુખભાઈ વિરુદ્ધ BNSની કલમ 115(2), 296(b), 351(3) અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નીલેશ બલદાણીયા ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં કેરીનો 70% પાક ઉતરવાની શક્યતા:સાનુકૂળ વાતાવરણથી ખેડૂતોને સારા ઉત્પાદનની આશા
    Next Article
    પિતા સાથેનો ઝઘડો શાંત પાડવા જતાં પુત્ર લોહીલુહાણ:સરદારનગરમાં રોડ ક્રોસ કરવા મુદ્દે બબાલ, અજાણ્યા બાઈકચાલકે યુવક પર છરી વડે હુમલો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment