Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરમતી સેન્ટ્રલ જેલમાં મારામારી:‘તું બાયલો છે’ કહી કેદીએ બીજા કેદીને ઢોર માર માર્યો: હાથમાં ફેક્ચર થતા સિવિલ ખસેડાયો

    9 hours ago

    અમદાવાદની હાઈ સિક્યોરિટી ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેલના 'બડા ચક્કર'માં બે કેદીઓ વચ્ચે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. એક કેદીએ બીજા કેદીને ‘બાયલો’ કહીને ઉશ્કેરણી કરતા મામલો બિચક્યો હતો અને મારામારીમાં એક કેદીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવો પડ્યો છે. ‘બાયલો’ શબ્દ પરથી ભડકી હિંસા મળતી માહિતી મુજબ, મેઘાણીનગરનો રહેવાસી અને કાચા કામનો કેદી સંજય રાઠોડ જૂની સેન્ટ્રલ જેલના બડા ચક્કરમાં કેદ છે. 6 મેના રોજ બપોરે 4 વાગ્યાની આસપાસ જ્યારે સંજય પોતાના બેરેકમાંથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર પાકા કામના કેદી સમીરે તેને ‘તું બાયલો છે’ કહીને બૂમ પાડી હતી. સંજયે આ શબ્દ સામે વાંધો ઉઠાવતા સમીર વધુ ઉશ્કેરાયો હતો અને ગાળાગાળી શરૂ કરી હતી. નીચે પાડી ગડદાપાટુનો માર માર્યો બોલાચાલી દરમિયાન સમીરે સંજયને લાફો ઝીંકી દીધો હતો. ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને સમીરે સંજયને નીચે પાડી દઈને ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો. સંજયે બચાવ માટે બૂમાબૂમ કરતા જેલના સુરક્ષાકર્મીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને બંનેને માંડ-માંડ છોડાવ્યા હતા. હાથમાં ફેક્ચર, સિવિલમાં સારવાર હેઠળ મારામારીમાં સંજયને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક રીતે જેલના દવાખાનામાં સારવાર આપ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં નિદાનમાં જાણવા મળ્યું હતું કે સંજયને હાથમાં ફેક્ચર થયું છે. પોલીસ કાર્યવાહી આ સમગ્ર મામલે જેલ પ્રશાસન દ્વારા રાણીપ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે આરોપી કેદી સમીર વિરુદ્ધ મારામારી અને ગંભીર ઈજા પહોંચાડવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેલમાં કેદીઓ વચ્ચે વધતા જતા આક્રમક વર્તનને લઈને પણ હવે જેલ પ્રશાસન સતર્ક થયું છે.
    Click here to Read More
    Previous Article
    વડાલ પાસે એસટી ડ્રાઈવર પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો.:"શું આ તારા બાપનો રોડ છે ?" કહી જૂનાગઢમાં એસટી ડ્રાઈવરને પાઈપથી ફટકાર્યો, અન્ય ગાડીમાં આવેલા વ્યક્તિએ જમાદાર હોવાની ઓળખ આપી ધમકાવ્યો.
    Next Article
    પાટણના જય ધ્રુવે બસ્તરમાં યુવાનોને ઇનોવેશન માટે પ્રેરિત કર્યા:1500 આદિવાસી યુવાનને સ્ટાર્ટઅપ અને ટેક્નોલોજીનું માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment