Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાલ પાસે એસટી ડ્રાઈવર પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો.:"શું આ તારા બાપનો રોડ છે ?" કહી જૂનાગઢમાં એસટી ડ્રાઈવરને પાઈપથી ફટકાર્યો, અન્ય ગાડીમાં આવેલા વ્યક્તિએ જમાદાર હોવાની ઓળખ આપી ધમકાવ્યો.

    10 hours ago

    ​જૂનાગઢના વડાલ ગામ પાસે ગત મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. ગાંધીનગર-સોમનાથ રૂટની એસટી બસના ડ્રાઈવર પર ત્રણ અજાણ્યા શખ્સોએ હિંસક હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી છે. આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ડ્રાઈવર પોતાની વ્યથા ઠાલવી રહ્યો છે. હાલ ઇજાગ્રસ્ત ડ્રાઈવર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. ​ઇજાગ્રસ્ત એસટી બસ ડ્રાઈવર નિતેશભાઈ ખીમજીભાઈ વાઢિયાએ જણાવતા કહ્યું હતું કે, "હું વેરાવળ ડેપોમાં ST ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું. છેલ્લા બે વર્ષથી સોમનાથ-ગાંધીનગર રૂટ પર બસ ચલાવું છું. ગઈકાલે રાત્રે હું ગાંધીનગરથી સાંજે 6:00 વાગ્યે બસ લઈને નીકળ્યો હતો. રાત્રિના સમયે, અંદાજે 2:10 મિનિટે હું વડાલ ગામ પાસે પહોંચ્યો હતો. હું સર્વિસ રોડ પર મારા નિયમિત રૂટ પર જઈ રહ્યો હતો, ત્યારે સામેથી એક કાળા રંગની ફોર-વ્હીલર આવી અને તેણે મારી ST બસની બિલકુલ સામે પોતાની ગાડી ઊભી રાખી દીધી હતી. ​નિતેશભાઈએ વધુમાં જણાવ્યું કે, "ગાડીમાંથી ઉતરેલા શખ્સોએ મને બસની નીચે ઉતાર્યો અને ગેરશબ્દો બોલી ગાળો આપવા માંડ્યા હતા. તેઓ મને ધમકાવતા કહેતા હતા કે 'શું આ તારા બાપનો રોડ છે?' ગાડીમાં કુલ ત્રણ જણા હતા અને તે ત્રણેય જણાએ નીચે ઉતરીને મારી સાથે મારકૂટ કરવાનું શરૂ કર્યું હતું. આ હુમલા દરમિયાન, તેમાંથી એક વ્યક્તિ પાસે પાઇપ હતી જેનાથી તેણે મને માર માર્યો હતો. બીજા એક વ્યક્તિએ મારા હાથ પર બટકુ ભર્યું હતું. ત્રીજા વ્યક્તિએ મને જાનથી મારી નાખવાની ધમકી આપતા કહ્યું કે, જો તું પોલીસ ફરિયાદ કરીશ, તો અંદર પડેલી ફટાકડી (બંદૂક) થી અમે તને પતાવી દઈશું. મારો કંડક્ટર જ્યારે મને છોડાવવા વચ્ચે આવ્યો, ત્યારે તેઓ તેની પાછળ પણ દોડ્યા હતા અને તેને ત્યાંથી ભગાડી મૂક્યો હતો. ​પોલીસની ભૂમિકા અંગે સવાલો ઉઠાવતા ડ્રાઈવરે કહ્યું કે, "આ ઘટના બાદ મારા કંડક્ટરે 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસની ગાડી ઘટનાસ્થળે આવી પહોંચી અને કાર્યવાહી શરૂ કરી હતી. તે દરમિયાન હુમલો કરનાર વ્યક્તિઓએ પોતાનો મોબાઈલ કાઢીને જમાદારને આપ્યો અને વાત કરાવી હતી. 112 ના જમાદારે ફોન પર વાત કરી અને ત્યારબાદ અંદાજે 20 મિનિટ સુધી પોલીસની ગાડી ત્યાં જ ઉભી રહી હતી. થોડીવાર પછી સામેથી બીજી એક ફોર-વ્હીલર ગાડી આવી, જેમાંથી ઉતરેલા માણસે પોતાને જમાદાર ઓળખાવ્યો હતો. તેણે કહ્યું કે, આમાં કંઈ લાંબુ કરવાનું ન હોય, તમે તમારી રીતે પતાવી લો. અમે પોલીસવાળા બધા સાથે મળીને જ રખડીએ છીએ અને હું પોતે જમાદાર છું, એટલે આમાં કંઈ કાર્યવાહી થવા નહીં દઈએ. ​નિતેશભાઈએ આક્રોશ સાથે પોતાની માંગણી રજૂ કરતા અંતમાં જણાવ્યું હતું કે, અવારનવાર ST ડ્રાઈવર અને કંડક્ટર પર આવા હુમલા થતા હોય છે અને સામાન્ય માણસો તેમને મારીને જતા રહેતા હોય છે. તેઓ સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખે છે અને ઈચ્છે છે કે આ બાબતે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ફરજ પરના કર્મચારીઓ સુરક્ષિત રહી શકે. આ હુમલાના પગલે એસટી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વડાપ્રધાનના આગમન પૂર્વે જામનગર ઝળહળ્યું:10મી મેએ PM સર્કિટ હાઉસ ખાતે રાત્રિ વિશ્રામ કરશે;ગૌરવ પથ સહિત મુખ્ય માર્ગો, 5 સર્કલો પર રંગબેરંગી રોશનીની કામગીરી શરૂ
    Next Article
    સાબરમતી સેન્ટ્રલ જેલમાં મારામારી:‘તું બાયલો છે’ કહી કેદીએ બીજા કેદીને ઢોર માર માર્યો: હાથમાં ફેક્ચર થતા સિવિલ ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment