Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાપ્રધાનના આગમન પૂર્વે જામનગર ઝળહળ્યું:10મી મેએ PM સર્કિટ હાઉસ ખાતે રાત્રિ વિશ્રામ કરશે;ગૌરવ પથ સહિત મુખ્ય માર્ગો, 5 સર્કલો પર રંગબેરંગી રોશનીની કામગીરી શરૂ

    12 hours ago

    જામનગર શહેરમાં આગામી 10મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાત્રિ રોકાણ નિર્ધારિત થયું છે. વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન શહેરના સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે. પીએમના આગમન પૂર્વે જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરને સુશોભિત કરવાની વિશેષ અને ભવ્ય કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ગૌરવ પથ માર્ગ બનશે આકર્ષણનું કેન્દ્ર: રોશનીનો શણગાર વડાપ્રધાનના આગમનને અનુલક્ષીને શહેરના પ્રતિષ્ઠિત ગૌરવ પથ માર્ગને ખાસ આકર્ષક બનાવવામાં આવી રહ્યો છે. ટાઉન હોલથી સાત રસ્તા સર્કલ સુધીના આ માર્ગના ડિવાઇડરો અને સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ પર ઝગમગતી રંગબેરંગી રોશની લગાડવાની કામગીરી અત્યંત ઝડપથી ચાલી રહી છે, જે માર્ગની શોભામાં અભિવૃદ્ધિ કરશે. પાંચ મુખ્ય સર્કલો લાઈટિંગથી સજ્જ: એરફોર્સ રોડ પર રોનક આ ઉપરાંત, લાલ બંગલા સર્કલ, જિલ્લા પંચાયત સર્કલ, સાત રસ્તા સર્કલ, દિગ્જામ સર્કલ અને મહાકાળી સર્કલ સહિત શહેરના 5 મુખ્ય સર્કલોને પણ અત્યંત આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવી રહ્યા છે. એરફોર્સના ગેટથી લાલ બંગલા સુધીના માર્ગ પરના ડિવાઇડરો અને સ્ટ્રીટ લાઇટના થાંભલાઓને પણ ગૌરવશાળી રોશનીથી સજાવવામાં આવી રહ્યા છે. તૈયારીઓ અંતિમ તબક્કામાં: શહેરમાં ઉત્સાહનો માહોલ શણગારની આ કામગીરી ગઈકાલ રાત્રિથી જ આરંભી દેવામાં આવી છે. આગામી 2 દિવસમાં શહેરના તમામ મુખ્ય માર્ગો અને સર્કલો સંપૂર્ણપણે રોશનીથી ઝળહળી ઉઠશે. વડાપ્રધાનના આગમનને લઈને સમગ્ર જામનગર શહેરમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે, અને તંત્ર દ્વારા સુચારુ આયોજન માટેની તૈયારીઓ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારીને હત્યા:10 રાઉન્ડ ફાયરિંગ, 2 ગોળી છાતીની આરપાસ નીકળી, એક પેટમાં વાગી; નંબર પ્લેટ વગરના બાઈકનો ઉપયોગ
    Next Article
    વડાલ પાસે એસટી ડ્રાઈવર પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો.:"શું આ તારા બાપનો રોડ છે ?" કહી જૂનાગઢમાં એસટી ડ્રાઈવરને પાઈપથી ફટકાર્યો, અન્ય ગાડીમાં આવેલા વ્યક્તિએ જમાદાર હોવાની ઓળખ આપી ધમકાવ્યો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment