Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચુંબર ગામે ચૂંટણીની અદાવતે હિંસક હુમલો,:સરપંચ પદના પરાજિત ઉમેદવાર અને‎ સમર્થકોએ પિતા-પુત્રને નિશાન બનાવ્યા‎

    12 hours ago

    કચુંબર ગામે પંચાયતની ચૂંટણીની અદાવતમાં એક ખેડૂત પરિવાર પર હિંસક હુમલો થવાની ઘટના સામે આવી છે. સરપંચની ચૂંટણીમાં મતદાન ન કરવા જેવી બાબતે થયેલા આ હુમલામાં એક યુવક ગંભીર રીતે ઘવાતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કચુંબર ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ માનાભાઈ પરમાર ગત ૩ મેના રોજ સાંજે પોતાના ભત્રીજાના મકાનનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ગામના જ પ્રકાશભાઈ રમસુભાઈ પરમાર, રાજુભાઈ કાળુભાઈ પરમાર, જામાભાઈ બદિયાભાઈ પરમાર, શનુભાઈ બદિયાભાઈ પરમાર ત્યાં ધસી આવ્યા હતા. આ ચારે શખ્સોએ "તમે સરપંચની ચૂંટણીમાં અમને વોટ આપ્યો નથી, જેના કારણે અમે હારી ગયા છીએ’ તેમ કહી રમેશભાઈ સાથે ગાળાગાળી શરૂ કરી હતી. શાબ્દિક બોલાચાલી ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા પ્રકાશભાઈએ રમેશભાઈના પુત્ર આશિષ પર લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં તેને કાનના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અન્ય શખ્સોએ પણ લાકડી અને ગડદાપાટુનો માર મારી આશિષને લોહીલુહાણ કરી દીધો હતો. બૂમાબૂમ થતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. જેને જોઈ હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત આશિષને તાત્કાલિક 108 મારફતે લીમડીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે રમેશભાઈએ લીમડી પોલીસ મથકે ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    વાંદરાને બચાવવા જતાં ચાલકે બ્રેક મારતાં અકસ્માત‎:ભીલવા પાસે લગ્નમાં જતો છકડો પલટતાં મહિલાનું મોત
    Next Article
    છેતરપિંડી:દાહોદના વેપારી સાથે અમદાવાદની કંપનીના ‎ડાયરેક્ટરે 5.51 લાખની છેતરપિંડી કરી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment