Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાયગઢના વૈજનાથ મહાદેવને બાબા બરફાનીનો શણગાર:શીતળા સાતમે 551 કિલો બરફનો ઉપયોગ કરાયો, ભક્તો ઉમટ્યા દર્શનાર્થે

    6 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ માસને કારણે શિવભક્તોમાં ભક્તિનો માહોલ છે. શ્રાવણ મહિના દરમિયાન જિલ્લાના વિવિધ શિવ મંદિરોમાં દરરોજ સાંજે ભગવાન શિવને અલગ અલગ શણગાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે આવેલા શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે શીતળા સાતમના દિવસે અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. વૈજનાથ મહાદેવ યુવક મંડળ દ્વારા ભગવાન શિવને બરફનો બાબા બરફાનીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો. આ શણગાર માટે 551 કિલો બરફનો ઉપયોગ કરાયો હતો. શ્રી વૈજનાથ મહાદેવ મંદિરના અર્પિત શુક્લાએ જણાવ્યું કે, ગુરુવારે શીતળા સાતમે યુવક મંડળે 551 કિલો બરફ વાપરીને વૈજનાથ મહાદેવનો ખાસ શણગાર કર્યો હતો. શીતળા સાતમના પવિત્ર દિવસે કરાયેલા આ અનોખા શણગારના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત, હિંમતનગરની હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરે પણ પૂજારી તરુણભાઈએ 35 કિલો ફૂલો અને પાંદડાઓનો શણગાર કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં સાયબર ઠગોએ નિવૃત્ત ASI અને કંપનીના ₹29 લાખ પડાવ્યા:હાલોલ GIDCમાં બેંક એકાઉન્ટ હેક કરીને ₹14.02 લાખ, ASIને 'ડિજિટલ અરેસ્ટ'નો ડર બતાવી ₹15 લાખ ઠગ્યા
    Next Article
    ભરૂચના મેળામાં સફાઈ ચાર્જ વસૂલાત પર વેપારીઓએ સવાલ ઉઠાવ્યા:પાલિકા અધિકારીએ આક્ષેપો ફગાવી કહ્યું- નિયમ મુજબ વસૂલાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment