Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંદરાને બચાવવા જતાં ચાલકે બ્રેક મારતાં અકસ્માત‎:ભીલવા પાસે લગ્નમાં જતો છકડો પલટતાં મહિલાનું મોત

    10 hours ago

    ગરબાડા તાલુકાના ભીલવા ગામે નેશનલ હાઈવે પર લગ્ન પ્રસંગમાં જઈ રહેલા પરિવારનો છકડો પલટી ખાતાં 53 વર્ષીય પ્રોઢાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામના ભુરીયા ફળિયામાં રહેતા રણજીતભાઈ પાંગળાભાઈ ભુરીયા તથા તેમનો પરિવાર પોતાના છકડામાં સવાર થઈને લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન ભીલવા ગામ પાસે નેશનલ હાઈવે પર અચાનક એક વાંદરો આડો ઉતર્યો હતો. વાંદરાને બચાવવાના ઉમદા આશયથી છકડા ચાલકે એકાએક બ્રેક મારતા છકડા પરનો કાબૂ ગુમાવ્યો હતો અને છકડો રોડ પર પલટી ખાઈ ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં છકડામાં બેઠેલા 53 વર્ષીય કર્માબેન પાંગળાભાઈ મકનાભાઈ ભુરીયાને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય સભ્ય ગૌતમભાઈ ભુરીયાને શરીરે નાની-મોટી ઈજાઓ થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ધોરણ 10નું પરિણામ જાહેર:મહીસાગર જિલ્લામાં ધોરણ 10નું પરિણામ 82.60% : ગત વર્ષ કરતાં 0.50%નો ઘટાડો
    Next Article
    કચુંબર ગામે ચૂંટણીની અદાવતે હિંસક હુમલો,:સરપંચ પદના પરાજિત ઉમેદવાર અને‎ સમર્થકોએ પિતા-પુત્રને નિશાન બનાવ્યા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment