Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નન્નુમિયા દરગાહ વિસ્તારમાં નર્કાગાર સ્થિતિ:ઘર અને રસ્તા વચ્ચે વરસાદી કાંસ, પાટીયા‎મૂકીને અવરજવર કરવા માટે મજબૂર બન્યાં‎

    9 hours ago

    ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર-1માં આવેલી નન્નુમિયા દરગાહ વિસ્તારમાં લોકો હજી પાષાણયુગમાં જીવી રહયાં હોય તેમ લાગી રહયું છે. એક તરફ વિકાસના દાવા થઇ રહયાં છે તો બીજી તરફ આ વિસ્તારના લોકોને પોતાના ઘરોમાં જવા માટે કાંસ પર પાટીયા મુકીને જીવના જોખમે પસાર થવું પડી રહયું છે. ગટરના ગંદા પાણીને કારણે રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે. રસ્તા અને ઘરની વચ્ચે ખુલ્લી ગટર હોવાથી લોકોએ અવરજવર કરવા માટે સિમેન્ટની સીડીઓ કે લાકડાના પાટિયા મૂકવાની ફરજ પડી છે. આશરે 100 થી 150 મકાનોના રહીશો આ ગંભીર સમસ્યાનો દાયકાઓથી સામનો કરી રહ્યા છે. વિસ્તારમાંથી કચરાપેટીઓ હટાવી લેવામાં આવતા ગંદકીમાં વધારો થયો છે. ભાસ્કર નોલેજ અગાઉ ખુલ્લી ગટરને કારણે યુવકનું મોત થયું હતું ભરૂચમાં ખુલ્લી ગટરો અગાઉ પણ જીવલેણ સાબિત થઈ છે. 22 જુલાઈ 2024ના રોજ દાંડિયાબજાર નજીક ચિંગસપુરા-ગોલવાડમાં ખુલ્લી ગટરમાં ખાબકતા એક યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પાલિકાની બેદરકારી સામે ઉગ્ર વિરોધ થયો હતો, છતાં તંત્ર દ્વારા નન્નુમીયા દરગા જેવા વિસ્તારોમાં ખુલ્લી ગટરો બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આખા ભરૂચનો વિકાસ થયો, પણ અમારો વિસ્તાર આજેય પછાત ભરૂચમાં ચારેતરફ વિકાસ દેખાઈ રહ્યો છે, પરંતુ આ વિસ્તાર આજે પણ સુવિધાઓથી વંચિત છે. ગટરોની સફાઈ કે નિકાલની વ્યવસ્થા ન હોવાથી આખો વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે. બહારના લોકો દ્વારા ફેંકવામાં આવતા કચરાએ સ્થિતિ વધુ વણસાવી છે. અહીંયા મચ્છરોનો ઉપદ્રવ પણ એટલો જ છે. રોગચાળો ફેલાય તોય કોઈ જોવા આવતું નથી. લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. » ભરતભાઈ સ્થાનિક, ભરૂચ.
    Click here to Read More
    Previous Article
    બેફામ ખોદકામ કરાતાં ફરિયાદ:આછોદમાં કોન્ટ્રાકટરે મંજૂરી સિવાય‎વધારાની માટી ખોદી નાખ્યાની ફરિયાદ‎
    Next Article
    ધોરણ 10નું પરિણામ જાહેર:નર્મદાની 137 શાળામાં પ્રશ્નપત્રોનો મહાવરો, 90.85 ટકા સાથે જિલ્લો રાજ્યમાં પ્રથમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment