Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોરણ 10નું પરિણામ જાહેર:નર્મદાની 137 શાળામાં પ્રશ્નપત્રોનો મહાવરો, 90.85 ટકા સાથે જિલ્લો રાજ્યમાં પ્રથમ

    10 hours ago

    આદિવાસી સમાજનું બાહુલ્ય ધરાવતાં નર્મદા જિલ્લાએ 90.85 ટકા પરિણામ સાથે રાજયમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ પરિબળોની વાત કરવામાં આવે તો નવેમ્બર 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરાની મુલાકાત લીધી હતી અને જયાં તેમણે 3 શાળાના છાત્રો સાથે સંવાદ કર્યો હતો. જેમાં વડાપ્રધાને તેમને જણાવ્યું હતું કે, રડવૈયા નહિ પણ લડવૈયા બનો, આ વાક્ય અસરકારક સાબિત થયું હતું. નર્મદા જિલ્લાનું કુલ પરિણામ 90.85 ટકા નોંધાતાં સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો પરિણામમાં પ્રથમ સ્થાને રહ્યો છે. નર્મદા જિલ્લામાં 6883 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 6253 પાસ થયા છે. આમ નર્મદા જિલ્લાનું પરિણામ માં ગત વર્ષ કરતાં 2.45 ટકાનો વધારો થયો છે. પરિણામ વધવા પાછળ તમામ 137 શાળાઓમાં બોર્ડની સ્ટાઇલથી પ્રશ્નપત્રોનો કરાવાયેલો મહાવરો અગત્યનો સાબિત થયો છે. ભરૂચ જિલ્લાએ આ વર્ષે 84.15 ટકા પરિણામ મેળવી ગત વર્ષની સરખામણીએ સુધારો નોંધાવ્યો છે. જિલ્લામાં નોંધાયેલા 19,949 વિદ્યાર્થીઓ પૈકી 18,928 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 15,928 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જિલ્લાની શૈક્ષણિક ગુણવત્તા માં વધારો જોવા મળ્યો છે. મુખ્ય આંકડા એક નજરે ભરૂચ અને નર્મદા જિલ્લામાં ટોપર્સ છાત્રોની સંખ્યા વધી ભરૂચ અને નર્મદા જિલ્લાનું પરિણામ સારું આવ્યું છે ત્યારે ટોપર્સ ની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં 525 છાત્રોને એ-1 ગ્રેડ આવ્યો છે ગત વર્ષે 493 છાત્રોએ એ-1 ગ્રેડ લાવ્યા હતા આમ ગત વર્ષ કરતાં એ-1 ગ્રેડ લાવનાર છાત્રોની સંખ્યા 32 વધી છે. તેવી જ રીતે નર્મદા જિલ્લામાં આ વર્ષે 149 છાત્રોએ એ-1 ગ્રેડ લાવ્યા છે. આમ દર વર્ષે ટોપર્સ ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેનું મુખ્ય કારણ શિક્ષકોની, છાત્રોની અને વાલીઓની મહેનત છે. ભરૂચ જિલ્લામાં 0.57 અને નર્મદામાં 2.45 ટકાનો વધારો ધોરણ-10 નું પરિણામ માં નર્મદા અને ભરૂચ જિલ્લામાં સતત વધારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે ભરૂચ જિલ્લાનું પરિણામ 84.15 ટકા આવ્યું છે જે ગત વર્ષે 83.58 આવ્યું હતું. એટલે કે વર્ષે પરિણામમાં 0.57 ટકાનો વધારો થયો છે. તેવીજ રીતે નર્મદા જિલ્લાનું પરિણામ 90.85 ટકા આવ્યું છે જે ગત વર્ષે 88.40 આવ્યું હતું. આમ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે 2.45 ટકાનો વધારો થયો છે. ભાસ્કર ગાઇડ દેવમોગરામાં મોદીએ છાત્રોને કહ્યું હતું : રડવૈયા નહીં લડવૈયા બનો, ભરૂચ જિલ્લાનું 84.15 ટકા પરિણામ : ગત વર્ષ કરતાં 0.57 ટકાનો વધારો ધોરણ-10 બાદ વિદ્યાર્થીઓ ઘણી બધી ફિલ્ડમાં જઈને પોતાની કારકિર્દી બનાવી સકે છે. જેમાં ડિપ્લોમા કે આઇટીઆઈ ની પસંદગી પણ કરી શકાય છે. ત્યારે જો ભરૂચમાં જે છાત્રોએ વિજ્ઞાન પ્રવાહ લઈને આગળ અભ્યાસ કરવું હોય તેના માટે 72 જેટલી શાળામાં વિજ્ઞાન પ્રવાહ ઉપલબ્ધ છે. જેમાં પણ 19- ગ્રાન્ટેડ અને 2 સરકારી શાળામાં પણ છાત્રો વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે. નર્મદા જિલ્લામાં ઉંચા પરિણામ માટે વડાપ્રધાને આપેલું પ્રોત્સાહન મહત્વનું પરિબળ છે 2025ના નવેમ્બરમાં તેમણે છાત્રો સાથે સંવાદ કરી વરિયર્સ નહિ પણ વોરિયર્સ બનવા માટે હાકલ કરી હતી. એકઝામ વોરીયર બુક અમે દરેક શાળાઓ સુધી પહોંચાડી છાત્રોને પ્રોત્સાહિત કરવાનો અમે પ્રયાસ કર્યો હતો. છેલ્લા બે વર્ષથી અમે ત્રીજા નંબરે હતા આ વર્ષે રાજ્યમાં પ્રથમ આવ્યાં છે. અમે સુરતની ખાનગી શાળાઓમાંથી પરીક્ષાલક્ષી મટીરીયલ લાવ્યાં હતાં અને દરેક શાળામાં આપ્યું હતું. દરેક શાળાઓમાં દરેક વિષયના પાંચ-પાંચ પ્રશ્નપત્રો બોર્ડની પધ્ધતિથી લખાવવામાં આવ્યાં હતાં જેના કારણે છાત્રોમાં આત્મવિશ્વાસ આવ્યો હતો. પહેલાં શાળામાં શિક્ષકો ઓછા હોવાથી સમસ્યા હતી પણ દિવાળી પછી શિક્ષકો અને જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી હતી. શિક્ષકો બાળકોને સારી રીતે ભણાવવા લાગ્યાં હતાં. અભ્યાસમાં નબળા છાત્રો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેના કારણે તેઓ પણ પાસ થઇ જવાય તેટલા માર્કસ લાવ્યાં છે.
    Click here to Read More
    Previous Article
    નન્નુમિયા દરગાહ વિસ્તારમાં નર્કાગાર સ્થિતિ:ઘર અને રસ્તા વચ્ચે વરસાદી કાંસ, પાટીયા‎મૂકીને અવરજવર કરવા માટે મજબૂર બન્યાં‎
    Next Article
    16 બેઠક ધરાવતી સત્તા માટેનો કોયડો વધુ ગુંચવાયો‎:નેત્રંગ તાલુકા પંચાયતના આપના વિજેતા‎ઉમેદવારનું હૃદયરોગના હુમલાથી મોત‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment