Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં જન્માષ્ટમી પહેલા 16 ભૂલકાં રાધા-કૃષ્ણ બન્યા:સ્ટેચ્યુ પાર્ક કલરવથી ગુંજી ઉઠ્યું, બિફોર જન્માષ્ટમીની ઉજવણી કરાઈ

    15 hours ago

    ભરૂચમાં જન્માષ્ટમી પહેલા જ કૃષ્ણ ભક્તિનો માહોલ જોવા મળ્યો. શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલી સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટે નાના બાળકો માટે સ્ટેચ્યુ પાર્કમાં 'બિફોર જન્માષ્ટમી'ની ખાસ ઉજવણી કરી હતી. સહજાનંદ બાળ ગૃહના 16 બાળકોએ રંગબેરંગી કપડાં પહેરી રાધા-કૃષ્ણનો વેશ ધારણ કર્યો હતો. જ્યારે તેઓ સ્ટેચ્યુ પાર્કમાં પહોંચ્યા, ત્યારે આખું પરિસર તેમના અવાજથી ગુંજી ઉઠ્યું હતું. નાનકડા કાનુડા અને રાધિકાઓએ 'નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી'ના નાદ સાથે ગરબા રમ્યા હતા. તેમણે બાળ સહજ રીતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી. બાળકો માટે સ્ટેચ્યુ પાર્કના ખુલ્લા વાતાવરણમાં અલગ અલગ મનોરંજક રમતો પણ ગોઠવવામાં આવી હતી. બાળકોએ તેમાં ઉત્સાહથી ભાગ લીધો અને ખુશ થઈને આનંદ માણ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં આહીર સમાજના 97 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન:નિવૃત્ત કર્મચારીઓ અને નવા ક્લાસ-1, 2 અધિકારીઓને પણ કરાયા સન્માનિત
    Next Article
    લાંબા સમયથી ફરાર POCSO આરોપીને ટંકારા પોલીસે પકડ્યો:મોરબી સ્પેશિયલ POCSO કોર્ટના વોરંટ બાદ અમરેલીના મતીરાળા ગામમાંથી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment