Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાંબા સમયથી ફરાર POCSO આરોપીને ટંકારા પોલીસે પકડ્યો:મોરબી સ્પેશિયલ POCSO કોર્ટના વોરંટ બાદ અમરેલીના મતીરાળા ગામમાંથી ઝડપાયો

    15 hours ago

    ટંકારા પોલીસે લાંબા સમયથી ફરાર POCSO કેસના આરોપી રાકેશ ઉર્ફે રાહુલ તેનસિંહ વસુનીયાને પકડી પાડ્યો છે. મોરબી સ્પેશિયલ POCSO કોર્ટના ફરતા વોરંટ બાદ તેને અમરેલી જિલ્લાના મતીરાળા ગામની સીમમાંથી ઝડપી લેવાયો હતો. આરોપી રાકેશ ઉર્ફે રાહુલ તેનસિંહ વસુનીયા સામે 19 જાન્યુઆરી 2021ના રોજ ટંકારા પોલીસ સ્ટેશનમાં POCSO એક્ટની કલમ-72 હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપી લાંબા સમયથી કોર્ટમાં હાજર થતો ન હતો. વારંવાર વોરંટ ઇસ્યુ કરવા છતાં તે પોલીસ અને કોર્ટથી દૂર રહેતો હતો. આથી મોરબીની સ્પેશિયલ POCSO કોર્ટે BNSS કલમ-72 મુજબ તેની વિરુદ્ધ ફરતું વોરંટ બહાર પાડ્યું હતું. વોરંટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટંકારા પોલીસે આરોપી અંગે માહિતી મેળવી હતી. આ માહિતીના આધારે પોલીસ ટીમે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મતીરાળા ગામની સીમમાંથી રાકેશ ઉર્ફે રાહુલ તેનસિંહ વસુનીયાને પકડી પાડ્યો. ટંકારા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરવાની આગળની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં જન્માષ્ટમી પહેલા 16 ભૂલકાં રાધા-કૃષ્ણ બન્યા:સ્ટેચ્યુ પાર્ક કલરવથી ગુંજી ઉઠ્યું, બિફોર જન્માષ્ટમીની ઉજવણી કરાઈ
    Next Article
    નવસારી પાલિકામાં 60 જગ્યા માટે 1000 અરજીઓ:ગ્રેજ્યુએટ-નોન ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ભરતીના ઈન્ટરવ્યૂ 11 સપ્ટેમ્બરે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment