Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી પાલિકામાં 60 જગ્યા માટે 1000 અરજીઓ:ગ્રેજ્યુએટ-નોન ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ભરતીના ઈન્ટરવ્યૂ 11 સપ્ટેમ્બરે

    15 hours ago

    નવસારી મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસની 60 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે. આ ભરતી માટે ઉમેદવારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. 21 ઓગસ્ટ સુધીમાં કુલ 1,000 અરજીઓ પાલિકાને મળી છે. લાયક ઉમેદવારો માટે 11 સપ્ટેમ્બરે મહાનગરપાલિકા કચેરી ખાતે ઈન્ટરવ્યૂ અને પસંદગી પ્રક્રિયા યોજાશે. પાલિકાએ બે અલગ-અલગ કેટેગરીમાં એપ્રેન્ટિસની ભરતી જાહેર કરી છે. આમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ અને નોન-ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસનો સમાવેશ થાય છે. ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે યોગ્ય ગ્રેજ્યુએશન પૂરું કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે. નોન-ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે ધોરણ 9, 10, 11, 12 પાસ તેમજ ITI અને ડિપ્લોમા કોર્સ ધરાવતા યુવાનો અરજી કરી શકે છે. પસંદગી પામેલા તાલીમાર્થીઓને સરકારના નિયમો મુજબ માસિક સ્ટાઈપેન્ડ મળશે. 11 સપ્ટેમ્બરે પાલિકા કચેરી ખાતે ઈન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ઉમેદવારોને ઈ-મેઇલ અને મોબાઈલ નંબર પર વિગતવાર સૂચનાઓ મોકલવામાં આવી રહી છે. ઉમેદવારોએ ઓનલાઇન અરજી ફોર્મની પ્રિન્ટ, તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો અને ઓળખના પુરાવાઓની અસલ તેમજ સ્વ-પ્રમાણિત નકલો સાથે હાજર રહેવું પડશે. સરકારી એપ્રેન્ટિસશિપ પોર્ટલ પર e-KYC અને રજિસ્ટ્રેશન પૂર્ણ કરેલા ઉમેદવારોની જ ચકાસણી કરવામાં આવશે. જે ઉમેદવારોએ અગાઉ કોઈ સંસ્થામાં એપ્રેન્ટિસશિપ પૂરી કરી હોય અથવા હાલમાં કરારબદ્ધ હોય, તેઓ પાત્ર ગણાશે નહીં. નવસારી મહાનગરપાલિકા બન્યા પછી યુવાનોમાં સ્થાનિક રોજગારી અને તાલીમ મેળવવાનો ઉત્સાહ વધ્યો છે. 60 જગ્યાઓ સામે 1,000 અરજીઓ આવતા સ્પર્ધા રસપ્રદ બની છે. પાલિકા પ્રશાસન નિર્ધારિત માપદંડો અને મેરિટના આધારે અંતિમ પ્રતીક્ષાયાદી (Waiting list) અને પસંદગી યાદી જાહેર કરશે.
    Click here to Read More
    Previous Article
    લાંબા સમયથી ફરાર POCSO આરોપીને ટંકારા પોલીસે પકડ્યો:મોરબી સ્પેશિયલ POCSO કોર્ટના વોરંટ બાદ અમરેલીના મતીરાળા ગામમાંથી ઝડપાયો
    Next Article
    Is Khushi Kapoor Back With Ex-Boyfriend Aakash Mehta? What We Know

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment