Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેફામ ખોદકામ કરાતાં ફરિયાદ:આછોદમાં કોન્ટ્રાકટરે મંજૂરી સિવાય‎વધારાની માટી ખોદી નાખ્યાની ફરિયાદ‎

    8 hours ago

    આમોદ તાલુકાના આછોદ ગામમાં ખાડીમાંથી માટીના ખોદકામની મંજૂરી મેળવીને કોન્ટ્રાકટરે આસપાસના વિસ્તારમાંથી બેફામ માટી ખનન કર્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. વર્તમાન સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદે રીતે માટી ખનન કરવામાં આવી રહયું હોવા છતાં નકકર કાર્યવાહીના અભાવે માટીચોરીનો વેપલો વધી રહયો છે. આછોદ ગામમાં વિકાસના બહાને ચાલતા સરકારી કામમાં નીતિ-નિયમોના લીરેલીરા ઉડાડતું કૌભાંડ સપાટી પર આવ્યું છે. ખાડીના ખોદકામની મંજૂરી મેળવીને કોન્ટ્રાક્ટરે આસપાસની ગૌચર અને આદિવાસી જમીનોને જે રીતે પીંખી નાખી છે, તે જોઈને ખુદ તપાસમાં આવેલા સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે. ગામજનોનો આક્ષેપ છે કે જે ખાડીની સફાઈ અને ઊંડી કરવા માટે પરવાનગી અપાઈ હતી ત્યાં તો ખોદકામનું એક તગારું પણ ઉપાડવામાં આવ્યું નથી. તેના બદલે, કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની ચલાવી ગૌચર અને આદિવાસીઓની માલિકીની જમીનોમાં આડેધડ ઊંડા ખાડા કરી નાખ્યા છે. આ ખોદકામ એટલું જોખમી છે કે તે પશુઓ અને સ્થાનિક રહેવાસીઓ માટે જીવતું જોખમ બની ગયું છે. સિંચાઈ વિભાગના અધિકારીઓએ સ્થળ પર આવીને કામ બંધ કરાવવાની સૂચના આપી તેમ છતાં કોન્ટ્રાક્ટરે સરકારી આદેશને ઘોળીને પી જઈ કામ ચાલુ રાખ્યું હતું. ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર કેટલાક માથાભારે તત્વોના જોરે ગ્રામજનોને દબાવી રહ્યો છે. અને તંત્ર પણ તેને છાવરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જે માટી આમોદ-દહેજ હાઈવે પર નાખવાની હતી, તેને પરવાનગી વગર રેલવેના કામમાં ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. જોકે, સરપંચ પતિ સોયબ કાજીએ ત્વરિત પગલાં ભરી માટી ભરેલી ગાડીઓ પરત મોકલાવી તપાસની માંગ કરતા આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે. અધિકારીઓએ હાલ પૂરતું કામ અટકાવીને DLR દ્વારા માપણી કરાવવાની ખાતરી આપી છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે અત્યાર સુધી જે નુકસાન થયું તેની જવાબદારી કોની? આછોદમાં માત્ર જમીન નથી ખોદાઈ, પણ ગ્રામજનોનો તંત્ર પરનો વિશ્વાસ પણ ખદબદી રહેલા ભ્રષ્ટાચારને કારણે ડગી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    કિશોરે સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી:પેટમાં દુઃખાવો થતા હોસ્પિટલે લઈ જતા ભાંડો ફુટયો, પોલીસે કિશોરને ડિટેઇન કર્યો
    Next Article
    નન્નુમિયા દરગાહ વિસ્તારમાં નર્કાગાર સ્થિતિ:ઘર અને રસ્તા વચ્ચે વરસાદી કાંસ, પાટીયા‎મૂકીને અવરજવર કરવા માટે મજબૂર બન્યાં‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment