Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિશોરે સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી:પેટમાં દુઃખાવો થતા હોસ્પિટલે લઈ જતા ભાંડો ફુટયો, પોલીસે કિશોરને ડિટેઇન કર્યો

    15 hours ago

    વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા સાથે કિશોર આંખો મળી ગઈ હતી. જેનો લાભ લઈને કિશોર ઘરના બધા સભ્યો કામ પર જાય ત્યારે સગીરાને ઘરે બોલાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો, જેના કારણે સગીરાને 3.5 મહિનાનો ગર્ભ રહી ગયો હતો. પેટમાં દુખાવો થતાં સગીરાને હોસ્પિટલમાં તપાસ માટે લઈ જતા તેણી ગર્ભવતી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. લક્ષ્મીપુરા પોલીસે દુષ્કર્મ ગુજારનાર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ડિટેઇન કરીને વધુ તપાસ હાથ ધરી છે. હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરાઈ વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલ તરફથી પોલીસને માહિતી મળી હતી કે, 15 વર્ષની એક સગીરાને ગર્ભવતી હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. આ માહિતી મળતાં જ પોલીસ ટીમ તાત્કાલિક હોસ્પિટલ પર પહોંચી હતી. મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા કાઉન્સેલર દ્વારા ભોગ બનનાર અને તેની માતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ખુલાસો થયો કે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરે સગીરાની સાથે શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી દીધી હતી. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં માતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. બન્નેના મેડિકલ સહિતની તપાસ શરૂ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ જી.ડી. રાજપુતના નેતૃત્વમાં અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી. હ્યુમન અને ટેક્નિકલ સોર્સના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ સંડોવાયેલા કિશોરને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ડિટેઇન કર્યો હતો. હાલમાં પોલીસે બંનેના મેડિકલ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ હરિ છે. દોઢ વર્ષથી બન્ને એકબીજાના પ્રેમમાં હતાં ઉલ્લેખનીય છે કે, કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર મામાના ઘરે આવતો-જતો હોવાથી પડોશમાં રહેતી સગીરા સાથે પ્રેમસંબંધ બંધાયા હતા અને સોશિયલ મીડિયાથી સતત સંપર્કમાં પણ રહેતા હતા. દોઢ વર્ષના સમય દરમિયાન કિશોર સગીરા પર દુષ્કર્મ ગુજારતો હોવાથી સગીરા ગર્ભવતી બની હતી.
    Click here to Read More
    Previous Article
    Fake paneer can affect your protein intake: Why FSSAI’s new label norms matter
    Next Article
    બેફામ ખોદકામ કરાતાં ફરિયાદ:આછોદમાં કોન્ટ્રાકટરે મંજૂરી સિવાય‎વધારાની માટી ખોદી નાખ્યાની ફરિયાદ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment