Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓપરેશન સિંદૂરને એક વર્ષ:ત્યારે જ મુકુલ નાલા વિસ્તારમાંથી બિનવારસુ પાકિસ્તારની બોટ મળી

    8 hours ago

    કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી બિનવારસુ માદક પદાર્થના પેકેટો મળી રહ્યા છે અને એક ડ્રોનનું પાંખિયું પણ મળી આવ્યું હતું. ત્યારે મંગળવારે મોડી સાંજે કોટેશ્વર નજીકના સાંવલાપીર બેટ પાસેના મુકુલ નાલા વિસ્તારમાંથી બિનવારસુ હાલતમાં એક પાકિસ્તાની બોટ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.જોકે બિનવારસુ હાલતમાં મળી આવેલી પાકિસ્તાની બોટમાંથી માછીમારીને લગતો સામાન મળી આવ્યો હતો કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી નથી. પ્રાપ્ત વિગત મુજબ મંગળવારે બપોર બાદ કોટેશ્વર નજીકના દરિયાઈ વિસ્તાર સાંવલાપીર પાસેના બેટ વિસ્તારમાં વન વિભાગ દ્વારા કરવામાં આવેલ ચેરિયાના વાવેતરની કામગીરીને લઈને કર્મચારીઓ સ્ટાફ સાથે ફરજ પર હતા.ત્યારે એક બિનવારસુ બોટ નજરે પડી હતી. સ્થળ પર તપાસ કરતા બોટ પાકિસ્તાની જણાતા તે અંગેની જાણ વન વિભાગ દ્વારા બીએસએફને કરવામાં આવી હતી.જેને લઈને સ્થળ દોડી આવેલા બીએસએફના અધિકારીઓ દ્વારા પાકિસ્તાની બોટનો કબ્જો લેવામાં આવ્યો હતો અને તેની તપાસ કરવામાં આવતા બોટમાંથી માછીમારીને લગતો સામાન મળી આવ્યો હતો. આ અંગે વન વિભાગના આરએફઓ પ્રિયકાન્ત આસરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે,બોટ અંગેની જાણ સ્ટાફના કર્મચારીઓને થતા આ અંગે બીએસએફને જાણ કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે,છેલ્લા કેટલાક સમયથી કોટેશ્વરથી લઈને જખૌ સુધીના દરિયાઈ વિસ્તારમાંથી બીનવારસુ હાલતમાં માદક પદાર્થોના પેકેટો મળી રહ્યા છે. ત્યારે મંગળવારે બિનવારસુ પાકિસ્તાની બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.મોડી રાત્રે આ બોટને કોટેશ્વર જેટી પર લઈ આવવામાં આવી હતી જ્યાં પંચનામાની કાર્યવાહી બાદ નારાયણ સરોવર કસ્ટમને સુપ્રત કરવામાં આવશે. અરબ સાગર કાંઠેથી વધુ 10 બિનવારસી પેકેટ મળ્યા અરબ સાગરના કાંઠેથી બિનવારસી પેકેટો મળવાનો સિલસિલો યથાવત છે. બુધવારે મોડી સાંજે કુંડીબેટ પાસે BSF પેટ્રોલિંગ પાર્ટીને વધુ 10 પેકેટ મળી આવ્યા હતા. દરિયો તોફાની બનતા સર્ચ ઓપરેશન સઘન બનાવાયું છે. તાજેતરમાં રવિવારથી બુધવાર સુધી મોટા પીર, સુગર બેટ અને કુંડીબેટ પાસેથી સતત 10-10 પેકેટના જથ્થા મળી આવ્યા છે. જાણકારોના મતે, એક બોરીમાં 10 પેકેટ હોય છે. આ તમામ પેકેટ એક જ બોરીમાં મળી રહ્યા છે, જે દર્શાવે છે કે દાણચોરોએ દરિયામાં છૂટા પેકેટ નહીં, પરંતુ ચરસની આખી બોરીઓ જ પધરાવી દીધી છે. જ્યાં સુધી દરિયાઈ પવન કાંઠા તરફ રહેશે, ત્યાં સુધી આવા પેકેટો મળતા રહેવાની પ્રબળ સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી:ભરૂચમાં બુધવારે સાંજે ભારે વંટોળ સાથે માવઠું, તાપમાન 10 ડિગ્રી ઘટ્યું
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:ધો.10 બોર્ડમાં 84.64% પરિણામ : 17,662 છાત્રો ઉત્તીર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment