Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:ધો.10 બોર્ડમાં 84.64% પરિણામ : 17,662 છાત્રો ઉત્તીર્ણ

    8 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ-10 (SSC) ના પરિણામમાં કચ્છ જિલ્લાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. કચ્છનું કુલ પરિણામ 84.64% આવ્યું છે, જે રાજ્યના સરેરાશ પરિણામ 83.86% કરતા 0.78% વધુ છે. ખાસ કરીને આ વર્ષે A-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલો તોતિંગ વધારો અને સરકારી શાળાઓનો ઉત્કૃષ્ટ દેખાવ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, કચ્છ જિલ્લામાં કુલ 21,117 નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 20,867 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 17,662 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. 6230 જેટલા રીપીટર, ઓપન સ્કૂલમાં અભ્યાસ કરતા અને એક વિષયની પરીક્ષા આપનારા સરકારી કર્મચારીઓ હોવાનું જાણવા મળે છે. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે આ સફળતાનો શ્રેય આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનતને આપ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, A-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં કન્યાઓની સંખ્યા વિશેષ છે, જે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ભાસ્કર એનાલિસીસ રેકોર્ડબ્રેક 662 વિદ્યાર્થીઓએ મેળવ્યો A-1 ગ્રેડ : પ્રથમ વખત 47 સરકારી સહિત 112 શાળાએ 100% પરિણામ મેળવ્યું કચ્છ SSC બોર્ડ પરિણામ: હાઈલાઈટ્સ સૌથી વધુ એ-વન ધરાવતી શાળા : કુલ 2,867 વિદ્યાર્થીઓએ 80% થી વધુ ગુણ મેળવ્યા પહેલી વખત 47 સરકારી શાળાનું 100 ટકા પરિણામ જિલ્લાની 112 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે. જેમાં 47 સરકારી અને 8 અનુદાનિત શાળાનો સમાવેશ થાય છે. 91 થી 99% ની વચ્ચે પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 103 છે. બીજી તરફ 10% થી ઓછું પરિણામ ધરાવતી એક શાળા છે જે બંધ હોવાનું જાણવા મળ્યું છે. 30% થી ઓછું પરિણામ હોય તેવી 3 અને 50% થી ઓછું પરિણામ ધરાવતી 25 શાળાઓ નોંધાઈ છે. સરકારી શાળાઓમાં ભણતરનું સ્તર વધ્યું છે. A-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં કન્યાઓની સંખ્યા વિશેષ છે, ખાસ કરીને ગામડાઓમાં પરિણામ સુધર્યું છે. SSC પરિણામ ગાગોદરમાં 30% ઘટ્યું, ખાવડામાં 15% ટકા વધ્યું કેન્દ્ર પ્રમાણે જોવા જઈએ તો ગત વર્ષની તુલનાએ ગાગોદરમાં 30.31 ટકા પરિણામ ઘટ્યું છે ગત વર્ષે 96.70 ટકા પરિણામ હતું જે આ વખતે વધીને 66.39 થયું છે. જ્યારે પાંધ્રોમાં ગત વર્ષે 68.84 ટકા પરિણામ હતું જે 10.95 ટકા ઘટીને 57.89 ટકા આવ્યું છે. ખાવડામાં પરિણામ ગત વર્ષથી 15.42 ટકા વધીને 74.69 ટકા આવ્યું છે. જે મોટી સફળતા છે. ગર્વ : A-1 ના 662 માંથી 249 છાત્રો સરકારી, અનુદાનિત શાળાના નોંધાયા જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારના જણાવ્યા મુજબ, આ વર્ષે સરકારી અને અનુદાનિત શાળાઓએ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. કુલ 662 A-1 ગ્રેડ મેળવનારામાંથી 249 વિદ્યાર્થીઓ સરકારી અને અનુદાનિત શાળાના છે. જિલ્લાની 28 સરકારી શાળાના 47 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કરીને ખાનગી શાળાઓને ટક્કર આપી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓએ કોઈપણ ખાનગી ટ્યુશન વગર માત્ર શાળાના શિક્ષણના જોરે આ સફળતા મેળવી છે. કેન્દ્ર પ્રમાણે પરિણામ ગ્રેડ મુજબ પરિણામ
    Click here to Read More
    Previous Article
    ઓપરેશન સિંદૂરને એક વર્ષ:ત્યારે જ મુકુલ નાલા વિસ્તારમાંથી બિનવારસુ પાકિસ્તારની બોટ મળી
    Next Article
    Fake paneer can affect your protein intake: Why FSSAI’s new label norms matter

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment