Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીની ગંભીર તંગી:માધાપર નવાવાસમાં નર્મદાનું પાણી બંધ, લોકોને ટેન્કર મંગાવા પડ્યા

    9 hours ago

    કચ્છના સૌથી મોટા અને ઝડપથી વિકસી રહેલા માધાપર ગામના નવાવાસ વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોથી પાણીની ગંભીર તંગી સર્જાતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને નવાવાસના સોસાયટી વિસ્તારોમાં વસ્તી અને વસવાટ વધવાની સાથે પાણીની ખપત પણ વધી છે, ત્યારે અચાનક પાણીનું પ્રેશર સાવ ઘટી જતા લોકોને પીવા અને વપરાશના પાણી માટે ખાનગી ટ્રેક્ટરો મંગાવવાની નોબત આવી હતી. આ સમસ્યાના મૂળ કારણ અંગે માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ વાલજીભાઈ આહીરનો સંપર્ક કરતા તેમણે વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઉપરવાસથી સળંગ 3 દિવસ સુધી નર્મદાના પાણીનો સપ્લાય બંધ રહ્યો હતો. પડ્યા પર પાટું મારતા હોય તેમ, જ્યાં પાણીનો મુખ્ય સમ્પ આવેલો છે ત્યાંની વીજ ડીપીમાં પણ અચાનક ખામી સર્જાઈ હતી.આમ છતાં, પંચાયત દ્વારા આ 3 દિવસ દરમિયાન લોકોને લો-પ્રેશરથી પણ પાણી પૂરું પાડવાનો પ્રયાસ કરાયો હતો. સરપંચે સ્થાનિકોને રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે, હવે નર્મદાનો સપ્લાય અને વીજળીની સમસ્યા ઉકેલાઈ ગઈ હોવાથી પાણી વિતરણની સ્થિતિ સંપૂર્ણપણે રાબેતા મુજબ સામાન્ય બની ગઈ છે. આગામી સમયમાં સોસાયટી વિસ્તારોમાં પાણીની કોઈ જ તંગી ન સર્જાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા પૂરતી તકેદારી અને મહેનત કરવામાં આવી રહી હોવાનો દિલાસો પણ તેમણે આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પોલીસ કાર્યવાહી:જ્યુબિલી સર્કલ પાસેથી ખાનગી બસ ચાલક પીધેલી હાલતમાં પકડાયો
    Next Article
    ઈંધણની અછતે હાહાકાર મચાવ્યો:ખાનગી પેટ્રોલ પર ભાવ વધારો, સરકારી પર ‘નો સ્ટોક’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment