Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ કાર્યવાહી:જ્યુબિલી સર્કલ પાસેથી ખાનગી બસ ચાલક પીધેલી હાલતમાં પકડાયો

    10 hours ago

    શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા જ્યુબિલી સર્કલ નજીકથી પીધેલી હાલતમાં ખાનગી બસ હંકારતા ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો.બેફામ ચાલક મુસાફરોને બસમાં બેસાડી લઇ જવાનો હતો પરંતુ મુસાફરોનો જીવ જોખમાય તે પહેલા જ પોલીસે તેને ઝડપી લેતા અકસ્માતનો બનાવ બનતા અટકયો હતો. શહેરમાં સુચારુ ટ્રાફિક નિયમન કરવા તેમજ વાહન ચેકીંગ કરવા અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરી, માનવ જીંદગી જોખમમાં મુકે તેવા વાહન ચાલકો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સીટી ટ્રાફિક પોલીસ કાર્યરત હતી. એ દરમિયાન જ્યુબિલિ સર્કલ તરફથી માધાપર તરફ એક ખાનગી ટ્રાવેલ્સ બસ પુરપાટ ઝડપે અને ભયજનક રીતે આવી રહેલ હોઈ જેથી તેને રોકી ચેક કરતા બસનો ચાલક સુખપર ગામના રિધ્ધિ સિધ્ધિ નગરનો નીતિનગિરી અમરતગિરી ગોસ્વામી કેફી પીણું પીધેલ હાલતમાં દેખાયો હતો. જેથી તેના કબ્જાની બસ નંબર એઆર 01 આર 9628 કબ્જે કરી આરોપી બસ ચાલક કોઈ ગંભીર અસ્માત સર્જે તે પુર્વે તેની ધરપકડ કરી તેના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    નગર નિયોજનની પ્રક્રિયામાં કચાશ:ગામતળમાં અધુરાશ રહેવાના કારણે વેરિડ સ્કીમમાં 23 વર્ષથી અટવાયેલી 440 ફાઇલો ભાડાની કચેરીમાં અભેરાઈએ ચડી ગઈ !
    Next Article
    પાણીની ગંભીર તંગી:માધાપર નવાવાસમાં નર્મદાનું પાણી બંધ, લોકોને ટેન્કર મંગાવા પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment