Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નગર નિયોજનની પ્રક્રિયામાં કચાશ:ગામતળમાં અધુરાશ રહેવાના કારણે વેરિડ સ્કીમમાં 23 વર્ષથી અટવાયેલી 440 ફાઇલો ભાડાની કચેરીમાં અભેરાઈએ ચડી ગઈ !

    11 hours ago

    2001ના વિનાશક ભૂકંપ બાદ શહેરના પુનઃનિર્માણ અને સુવ્યવસ્થિત વિકાસ માટે નગર નિયોજનની જે પ્રક્રિયા શરૂ થઈ હતી, તે આજે 23 વર્ષ બાદ પણ ક્યાંકને ક્યાંક કચાશ રહી ગયેલી સામે આવે છે. ખાસ કરીને ગામતળમાં થોડી અધુરાશ રહેવાના કારણે 440 જેટલી ફાઇલો વેરિડ સ્કીમમાં છેલ્લા 23 વર્ષથી અટવાયેલી છે. બે વર્ષ અગાઉ સંપૂર્ણ સત્તા સાથે નગર રચના અધિકારી (ટીપીઓ) તરીકે મુકેશ સુથારની નિમણૂક થઈ ત્યારે લાંબા સમયથી અટવાયેલા પ્રકરણોમાં ગતિ આવે તેવી આશા જાગી હતી, પરંતુ ટીપી સ્કીમ-4 માં સમાવિષ્ટ બસ પોર્ટમાં બનેલી દુકાનો, ઓફિસ સહિતના વ્યવસાયિક બાંધકામ વેંચાણ માટે ટાઇટલ ક્લિયર કરવા એક ફાઇલનો જ નિવેડો આવ્યો. ભુજમાં ટીપી સ્કીમ 1 થી 8 સુધીની યોજનાઓ અમલમાં હોવા છતાં મોટાભાગની સ્કીમો આજે પણ અંતિમ નિર્ણયની રાહ જોઈ રહી છે. ખાસ કરીને વેરિડ સ્કીમ અંતર્ગત આશરે 440 જેટલી ફાઈલો વર્ષોથી અટકેલી છે. નગર નિયોજન જેવી મૂળભૂત અને નાગરિક હિતની પ્રક્રિયામાં આટલો વિલંબ માત્ર વહીવટી ઢીલાશ નહીં પરંતુ તંત્રની ઉદાસીનતા તરીકે જોવામાં આવે છે. અનેક પ્લોટધારકો બે દાયકાથી પોતાની મિલકતના કાયદેસર હક, કબજા પાવતી અને અંતિમ હુકમ માટે સરકારી કચેરીઓના ચક્કર મારી રહ્યા છે. ગત વર્ષે ટીપી સ્કીમ-4માં સમાવિષ્ટ 15 અરજદારોને 20 દિવસમાં દસ્તાવેજો સાથે હાજર થવા નોટિસ અપાઈ હતી અને તેનાથી તબક્કાવાર નિકાલ શરૂ થવાની સંભાવના દેખાતી હતી. પરંતુ તંત્રને સામાન્ય નાગરિકોની મુશ્કેલી કરતાં શહેરના વેપારી હિતો વધુ પ્રિય રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને બસ સ્ટેશન વિસ્તાર સાથે જોડાયેલા વિવાદાસ્પદ પ્લોટ ફાળવણીના કેસો એ દર્શાવે છે કે ભૂલભરેલી પ્લોટિંગ, બેદરકારી અને અયોગ્ય નિર્ણયોથી અનેક ફાઈલો વર્ષો સુધી અટકી છે. એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે શહેરી વિકાસના નામે બેસપોર્ટ/બસપોર્ટ વિસ્તારમાં દુકાનો અને કોમ્પલેક્ષ વેચાણ માટે જ વ્યવસ્થા વધુ સારી કરાઈ હતી, જ્યારે સામાન્ય પ્લોટધારકોના હકો અને ફાઈલોના નિવેડા માટે તંત્ર પાસે સમય કે રસ નથી. જો શરૂઆતથી જ જવાબદારીપૂર્વક અને પારદર્શક રીતે નગર રચના પ્રક્રિયા અમલમાં મુકાત, તો હજારો લોકો વર્ષો સુધી અનિશ્ચિતતામાં ન રહેતા. 23 વર્ષથી અટવાયેલા પ્રશ્નોનો ઉકેલ હવે ખરેખર આવે છે કે ફરી એકવાર આશ્વાસનો સુધી મર્યાદિત રહે છે, તે જોવાનું રહેશે. ભુજના નાગરિકો માટે આ માત્ર વહીવટી નિર્ણય નહીં, પરંતુ ન્યાયની લાંબી રાહનો અગત્યનો પડાવ છે. સાથે મળીને બધા આવે તો ગાંધીનગર સુધી વાત પહોંચાડીએ ભુજના અનેક પ્રશ્નો ધીરે ધીરે ઉકેલાઈ રહ્યા છે, ત્યારે વેરિડ સ્કીમની ફાઈલો બાબતે મને બહુ ખ્યાલ નથી, પરંતુ જો ખરેખર 23 વર્ષથી આટલા બધા પ્લોટ ધારક કે મકાન માલિકોને તકલીફ હોય તો સાથે આવીને રજૂઆત કરે તો હું ગાંધીનગર સુધી આ વાત પહોંચાડી અને બને તેટલો જલ્દી નિવેડો આવે તે માટે પ્રયાસ કરીશ - કેશુભાઈ પટેલ, ધારાસભ્ય, ભુજ
    Click here to Read More
    Previous Article
    ‘સઘન કોસ્ટલ પેટ્રોલિંગ’ હાથ ધરાયું:કચ્છના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા સઘન, મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ
    Next Article
    પોલીસ કાર્યવાહી:જ્યુબિલી સર્કલ પાસેથી ખાનગી બસ ચાલક પીધેલી હાલતમાં પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment