Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘સઘન કોસ્ટલ પેટ્રોલિંગ’ હાથ ધરાયું:કચ્છના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા સઘન, મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ

    12 hours ago

    ગુજરાતના અત્યંત સંવેદનશીલ ગણાતા કચ્છના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવા અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને અટકાવવા માટે 6 મેના રોજ પોલીસ તંત્ર અને મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે ‘સઘન કોસ્ટલ પેટ્રોલિંગ’ હાથ ધરવામાં આવ્યું હતું. આતંકવાદી ગતિવિધિઓ, દાણચોરી અને નશીલા પદાર્થોની ઘૂસણખોરીને દરિયામાં જ નિષ્ફળ બનાવવાના હેતુથી લાલછતાંથી કાલાપાણી સુધીના વિસ્તારમાં આ વિશેષ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા અને દરિયાઈ સુરક્ષાના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયાની સીધી સૂચનાથી આ પેટ્રોલિંગનું આયોજન કરાયું હતું. પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડર એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ કોટેશ્વરના નાયબ પોલીસ અધિક્ષક બી.કે. ઝાલા, પી.આઈ. આર.ડી. ઝાલા, પી.એસ.આઈ. અને મરીન કમાન્ડોની વિશેષ ટીમો આ મહત્વની કામગીરીમાં જોડાઈ હતી. અવાવરુ જગ્યાઓ અને શંકાસ્પદ વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ દરિયાઈ માર્ગે શંકાસ્પદ શખ્સો, બોટ કે ડ્રોનની હિલચાલ તેમજ ડ્રગ્સના પેકેટ કે બેગ જેવી વસ્તુઓ પર નજર રાખવા માટે જવાનોએ 5 કિલોમીટરથી વધુના અંતર સુધી ફૂટ પેટ્રોલિંગ (પગપાળા કૂચ) કર્યું હતું. આ સઘન પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમો દ્વારા કાંઠા વિસ્તારની અવાવરુ જગ્યાઓ, શંકાસ્પદ ઈસમો, વાહનો અને બોટોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસની આ સતર્કતા અને સઘન કાર્યવાહીથી કાંઠાળ વિસ્તારમાં સુરક્ષાનો માહોલ વધુ મજબૂત બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    RSS દ્વારા તાલુકાનું યુવા સંગમ યોજાયું:માનકુવામાં 116 યુવાનોએ દેશી રમતોમાં ભાગ લઈ શારીરિક સૌષ્ઠવ દર્શાવ્યું
    Next Article
    નગર નિયોજનની પ્રક્રિયામાં કચાશ:ગામતળમાં અધુરાશ રહેવાના કારણે વેરિડ સ્કીમમાં 23 વર્ષથી અટવાયેલી 440 ફાઇલો ભાડાની કચેરીમાં અભેરાઈએ ચડી ગઈ !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment