Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RSS દ્વારા તાલુકાનું યુવા સંગમ યોજાયું:માનકુવામાં 116 યુવાનોએ દેશી રમતોમાં ભાગ લઈ શારીરિક સૌષ્ઠવ દર્શાવ્યું

    13 hours ago

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે સંઘની દ્રષ્ટિએ તાલુકા કેન્દ્ર એવા માનકુવાના સહજાનંદ ગુરુકુળ ખાતે યુવા સંમેલન યોજાયું હતું. જેમાં બરછી ફેંક, ગોળા ફેંક, લાંબી અને ઉંચી કુદ તથા રસ્સા ખેંચ જેવી સંપૂર્ણ દેશી રમતો દ્વારા કુલ 11 ગામના 116 યુવાનોએ શારીરિક સૌષ્ઠવતા દેખાડી હતી. વિજેતાઓને ભગવાન શ્રીરામની છબીની ભેટ સાથે રમતગમત પછીના બૌદ્ધિક સત્રમાં બોલતાં ગુરુકુળના સંચાલક અને યુવા સંત આનંદસ્વરૂપ સ્વામીએ કહ્યું કે નિરોગી રહેવા માટે યુવાનોએ નિર્વ્યસની રહેવા સાથે જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવા માટે ધીરજતા સાથે એક ઉચ્ચ લક્ષ્ય નક્કી કરવું જરૂરી છે. સંઘના ૫. કચ્છ જિલ્લા કાર્યવાહ જયદીપ સોલંકીએ ઉદાહરણો સાથે જણાવ્યું કે સૌ યુવાનોના આદર્શ આપણા મહાપુરુષો અને દેશ માટે બલિદાન આપી ચૂકેલા ક્રાંતિકારીઓ હોવા જોઈએ. અન્ય સ્વયંસેવકો સાથે આયોજનનું સંકલન તા. સહ કાર્યવાહ હઠુભા પઢિયારે કર્યું હતું. વિશાળ મેદાન સહિત સંપૂર્ણ પરિસર વપરાશના સહયોગ બદલ ગુરુકુળના સમગ્ર સંચાલક મંડળનો તા. કાર્યવાહ અલ્પેશ વરુએ આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:સુવેન્દુના PAને છાતી, માથામાં 4 ગોળી ધરબી, બંગાળમાં પરિણામ પછી 6 મર્ડર, પંજાબ બ્લાસ્ટમાં પાકિસ્તાનના હાથનો દાવો, તમિલનાડુમાં CM પર સસ્પેન્સ
    Next Article
    ‘સઘન કોસ્ટલ પેટ્રોલિંગ’ હાથ ધરાયું:કચ્છના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા સઘન, મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment