Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈંધણની અછતે હાહાકાર મચાવ્યો:ખાનગી પેટ્રોલ પર ભાવ વધારો, સરકારી પર ‘નો સ્ટોક’

    8 hours ago

    સરહદી જિલ્લા કચ્છમાં છેલ્લા 15 દિવસથી ડીઝલની અછતે હાહાકાર મચાવ્યો છે. જિલ્લાના મુખ્ય હાઈવેથી લઈને અંતરિયાળ વિસ્તારોના પેટ્રોલ પંપો પર ડીઝલ મેળવવા માટે વાહનચાલકોને વલખાં મારવા પડી રહ્યા છે. સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ અછત ખરેખર કુદરતી છે કે પછી ઓઈલ કંપનીઓ દ્વારા ઊભી કરવામાં આવેલી ‘કૃત્રિમ’ કટોકટી છે ? ડીઝલ કટોકટી પાછળનું મુખ્ય કારણ ખાનગી ઓઈલ કંપનીઓના પંપ પર થયેલો અસહ્ય ભાવવધારો માનવામાં આવે છે. ખાનગી પંપો પર ભાવ વધુ હોવાને કારણે ખેડૂતો, સામાન્ય જનતા અને ટ્રાન્સપોર્ટરો IOCL, BPCL અને HPCL જેવા સરકારી પંપો તરફ વળ્યા છે. જેના કારણે સરકારી પંપો પર માંગમાં એકાએક ઉછાળો આવ્યો છે. બીજી તરફ, સરકારી કંપનીઓએ પંપ સંચાલકોને અપાતા જથ્થા પર ‘લિમિટ’ લાદી દીધી છે. સંચાલકોના જણાવ્યા અનુસાર, પૂરેપૂરા નાણાં ભરવા છતાં કંપનીઓ પૂરતો જથ્થો મોકલતી નથી, જેને કારણે ‘પૈસા આપવા છતાં તેલ નથી’ જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કોઈપણ ગ્રાહકને ઈંધણ આપવાની ના પાડી શકાય નહીં, પરંતુ કચ્છમાં અત્યારે ‘સંબંધો’ની રાજનીતિ ચાલી રહી હોય તેવું જણાય છે. પંપ સંચાલકો તેમના જૂના અને કાયમી ટ્રાન્સપોર્ટ ગ્રાહકોને જથ્થો પૂરો પાડવા માટે પ્રાથમિકતા આપી રહ્યા છે, જ્યારે બહારથી આવતી ટ્રકો કે અન્ય વાહનચાલકોને ‘સ્ટોક નથી’ કહીને કાઢી મૂકવામાં આવે છે. આનાથી પરપ્રાંતિય ટ્રક ચાલકો કલાકો સુધી હાઈવે પર રઝળી રહ્યા છે, જેની સીધી અસર માલ-સામાનની હેરફેર અને સમયસર ડિલિવરી પર પડી રહી છે. મંડળીના અનેક પંપ ભાવ વધારાના કારણે બંધ ડીઝલના ભાવમાં વધારો થતા તેની સીધી અસર હવે ટ્રાન્સપોર્ટ ઉધોગ પર પડવાની શરૂ થઈ ગઈ છે. કચ્છમાં અનેક મંડળી સંચાલિત પેટ્રોલ પંપો ભાવ વધારાને કારણે બંધ કરી દેવાયા છે જેથી વાહનચાલકો અને ખાસ કરીને માલવાહક વાહનોના ચાલકો ડીઝલ માટે ભારે પરેશાન થઈ રહ્યા છે. સહકારી મંડળીઓ દ્વારા ચલાવવામાં આવતા પંપો અત્યાર સુધી નજીવા નફા સાથે સેવા આપતા હતા. પરંતુ ડીઝલના ભાવમાં થયેલા અચાનક અને મોટા વધારાને કારણે હવે આ પંપો ચલાવવા મંડળીઓ માટે આર્થિક રીતે અશક્ય બની ગયું છે. ડીઝલ ન મળવાને કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓના પરિવહનને પણ અસર થઈ શકે છે. બેરલ પ્રથા-માઈન્સ ઉદ્યોગનો પડછાયો પુરવઠા વિભાગના મતે, ખેતીકામ માટે ખેડૂતો અને ટેલિકોમ કંપનીઓ દ્વારા જનરેટર માટે એકસાથે મોટા પ્રમાણમાં બેરલો ભરીને ડીઝલ લઈ જવામાં આવે છે. આ ઉપરાંત, કચ્છના માઈન્સ ઉદ્યોગમાં ચાલતા ‘ઓફ રોડ’ વાહનો પણ છૂટક પેટ્રોલ પંપો પરથી જ હજારો લિટર ડીઝલ ઉપાડી રહ્યા છે. આ મોટા ગ્રાહકોને કારણે વાહન ચાલકોને ડીઝલ માટે પણ પંપે-પંપે ભટકવું પડે છે. સ્ટોક હોય તો વિતરણ કરવાની સુચના અપાઇ : જિલ્લા પુરવઠા વિભાગ આ સમગ્ર મામલે પુરવઠા વિભાગના અધિકારી અર્શ હાશ્મીએ સ્વીકાર્યું છે કે અછત છે, પણ સ્ટોક અને વેચાણના સચોટ આંકડા માત્ર ઓઈલ કંપનીઓ પાસે હોય છે. પુરવઠા વિભાગને કંપનીઓ જે સ્ટોકના આંકડા આપે છે તેટલી જ માહિતી પુરવઠા વિભાગ પાસે હોય છે. અન્ય કોઈ સત્તાઓ તંત્ર પાસે નથી. તેમ છતાં તંત્ર દ્વારા વિવિધ પેટ્રોલ પંપો પર તપાસ હાથ ધરીને જો સ્ટોક હોય તો વિતરણ કરવાની સ્પસ્ટ સુચના અપાઈ છે.
    Click here to Read More
    Previous Article
    પાણીની ગંભીર તંગી:માધાપર નવાવાસમાં નર્મદાનું પાણી બંધ, લોકોને ટેન્કર મંગાવા પડ્યા
    Next Article
    A Year After Operation Sindoor: How India's Defence Tech Is Rewriting War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment