Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરી:જામનગરમાં લાખો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરાઈ, કેનાલની સફાઈમાં ધાંધીયા

    2 days ago

    જામનગર શહેરમાં દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ જામ્યુકો તંત્ર દ્વારા શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરી છે. શહેરના મધ્યમાં આવેલા લાખોટા તળાવમાં પાણી લાવતી કેનાલની સફાઈ કરવામાં આવી રહી છે. શહેરના લાખોટા તળાવમાં પાણી લાવતી કેનાલ છેક દરેડથી આવતી હોવાથી અંદાજે સાતેક કીલોમીટર લાંબી છે. જેની દર વર્ષેની થતી સફાઈ આ વર્ષે પણ જેસીબી તેમજ શ્રમિકો દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરની અન્ય કેનાલો તેમજ ગટરોની પણ સફાઈ કરવામાં આવી રહી છે. જેથી શહેરમાંથી ચોમાસામાં વધારાનું પાણી દરીયામાં તેમજ નદીમાં ઠાલવતી કેનાલોની પણ સફાઈ કરવામાં આવી રહી છે. હાલ આ કામગીરી મ્યુ.કમિશનર ડી.એન.મોદીની સુચનાથી અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. પાણી લાવતી કેનાલ પર સ્લેબથી સફાઈમાં અભાવ શહેરના મધ્યમાં આવેલા લાખોટા તળાવ ભરવા માટે દરેડથી આવતી કેનાલ ઉપર મોટી સંખ્યામાં સ્લેબ ભરાઈ ગયા છે. જેથી લાંબી સ્લેબ ભરાયેલી હોવાથી તેની સફાઈ સરખી થતી ન હોવાથી ચોમાસામાં કેનાલમાં પાણી આવતા જ કચરો તળાવમાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:પ્રેમલગ્નનો ખાર રાખીને યુવાન પર બે શખ્સનો હુમલો
    Next Article
    શહેરમાં ઉનાળાનો મિજાજ આકરો:તાપમાન 37.6 ડિગ્રી; છેલ્લા 24 કલાક પુરા થતાં અડધી ડીગ્રી તાપમાનનો પારો વધ્યો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment