Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં ઉનાળાનો મિજાજ આકરો:તાપમાન 37.6 ડિગ્રી; છેલ્લા 24 કલાક પુરા થતાં અડધી ડીગ્રી તાપમાનનો પારો વધ્યો‎

    2 days ago

    જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે સવારે પુરા થતાં 24 કલાકમાં અડધી ડિગ્રી તાપમાનનો પારો ઊંચકાતા જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગના આંકડા મુજબ, મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.5 ડિગ્રી નોંધાયું છે. જોકે, માત્ર તાપમાન જ નહીં, પરંતુ વાતાવરણમાં રહેલા 77 % જેટલા ઊંચા ભેજને કારણે બપોરના સમયે અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો છે. ​શહેરમાં પ્રતિ કલાકના 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, છતાં સૂર્યના આકરા તાપ સામે પવનની ગતિ રાહત આપવામાં ટૂંકી પડી રહી છે. બપોરના સમયે રાજમાર્ગો પર લોકોની અવરજવર ઓછી જોવા મળી હતી. નિષ્ણાતોના મતે, ઊંચા ભેજને કારણે રીયલ ફીલ તાપમાન વાસ્તવિક તાપમાન કરતા વધુ અનુભવાય છે, જેના લીધે પરસેવો અને અકળામણ વધે છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતા છે, ત્યારે નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અને વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા તબીબો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે. આજે સવારે પુરા થતાં 24 કલાકમાં ગરમીનો પારો અડધી ડીગ્રી વધ્યો હતો, એકાદ સપ્તાહથી વધી રહેલા મહત્તમ તાપમાનથી લોકો પરસેવે રેબઝેબ બન્યા છે. ગ્રામ્યમાં સુર્યદેવતાના આકરા મિજાજથી જનજીવન પર અસર જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કામગીરી:જામનગરમાં લાખો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરાઈ, કેનાલની સફાઈમાં ધાંધીયા
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:જામનગરમાં ધો .10ના 325 પરીક્ષાર્થી ઘટ્યા, 0.47 ટકા પરિણામ ઓછું, એ-વન ગ્રેડમાં 948 વિદ્યાર્થી ઝળક્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment