Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:જામનગરમાં ધો .10ના 325 પરીક્ષાર્થી ઘટ્યા, 0.47 ટકા પરિણામ ઓછું, એ-વન ગ્રેડમાં 948 વિદ્યાર્થી ઝળક્યા

    2 days ago

    જામનગર જિલ્લાનુ ઘો.10નુ બોર્ડ પરીણામ 85.08 ટકા રહયુ છે.જે ગત વર્ષની સાપેક્ષમાં આંશિક 0.47 ટકા ઘટયુ છે.બીજી બાજુ વિધાર્થીઓની સંખ્યામાં ઘટાડા છત્તાય જામનગરમાં ગ્રેડની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.જેમાં ગત વર્ષની સાપેક્ષમાં ટોપર્સ રેન્ક એ-વન ગ્રેડમાં 75 વિધાર્થીઓ વધ્યા છે. જામનગર જિલ્લામાં ગત ફેબ્રુ-માર્ચમાં લેવાયેલી ઘો.10ની બોર્ડ પરીક્ષામાં કુલ 14,443 વિધાર્થીઓ નોંધાયા હતા જેમાં 14,232 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમા 12,109 વિધાર્થીઓ ઉતિર્ણ (પ્રમાણપત્ર પાત્ર) થયા છે.જેમાં એ વન ગ્રેડમાં 948 છાત્રો ઝળક્યા છે.જયારે એ-ટુ ગ્રેડમાં 2102 છાત્રો, બી-વન ગ્રેડમાં 2636, બી-ટુમાં 2720, સી વનમાં 2399, સી-ટુમાં 1225 છાત્રો અને ડી ગ્રેડમાં 79 છાત્રોનો સમાવેશ થાય છે.આમ, જામનગર જિલ્લાનુ પરીણામ 85.08 ટકા રહયુ છે. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 7,591 વિધાર્થીઓ પૈકી 6094 વિધાર્થીઓ ઉતિર્ણ થયા છે.જેથી જિલ્લાનુ પરીણામ 80.28 ટકા રહયુ છે.જેમાં એ વન ગ્રેડમાં 260 છાત્રો, એ ટુ ગ્રેડમાં 912 છાત્રો, બી-વનમાં 1255 અને બી ટુમાં 1520 સહિતના વિધાર્થીઓ ઉર્તિણ થયા છે.કુલ નોંધાયેલા 7715 વિધાર્થીઓ પૈકી 7591 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાંથી 6094 વિધાર્થીઓ પાસ થયા છે.ગત વર્ષની તુલનમાં દેવભૂમિ જિલ્લાનુ પરીણામ 3.20 ટકા ઘટયુ છે.ઘો.10ના બોર્ડ પરિણામની દ્રષ્ટિએ જામનગર જિલ્લો રાજયમાં 13માં ક્રમે અને દેવભૂમિ દ્વારકા જિલ્લો રાજયમાં 26માં ક્રમે રહયો છે. AI રિવિઝનમાં ઉપયોગી બની શકે AI અભ્યાસમાં ડિજિટલ ગુરુ તરીકે મદદરૂપ બની શકે. ગણિતના જટિલ દાખલા, વિજ્ઞાનના સિદ્ધાંતો, રિવિઝન માટે ઉપયોગી બની રહે છે. શિક્ષકોના માર્ગદર્શન સાથે અભ્યાસ સફળતા અપાવે - કમાણી જીનસ મેથ્સમાં સંભવત વધુ વિદ્યાર્થીઓ અટવાયા, ભાષામાં વધુ પાસ સામાન્ય રીતે દરવર્ષે મેથ્સમાં સૌથી વધુ પ્રમાણમાં વિધાર્થીઓ નાપાસ થતા હોય છે.સ્ટાન્ડર્ડ મેથ્સમાં અમુક પ્રશ્નો વિધાર્થીઓને અટપટા લાગ્યા હતા.જેથી ધાર્યા માર્કસ મળ્યા ન હોવાનો મનાય રહયુ છે.જયારે બેઝીક મેથ્સ વિષય પણ અન્ય વિષયોની સાપેક્ષે ઓછુ પરીણામ રહયુ છે. સંભવત ભાષાના પેપરો સરળ રહેતા બહુધા ઉતિર્ણ થયાનું જાણકારો જણાવે છે. જામનગરની 5 સરકારી સહિત 38 શાળાનું 100 ટકા પરિણામ જામનગર જિલ્લાની પાંચ સરકારી શાળાઓ સહિત 38 શાળાઓનુ 100 ટકા પરીણામ આવ્યુ છે.સરકારી મા.શાળા-સણોસરી, સરકારી મા.શાળા-નાંદુરી,સરકા રી મા.શાળા-ખેંગારકા, આદર્શ નિવાસી શાળા વિકસિત જાતિ-જામનગર, સરકારી મા.શાળા-નવા નાગનાનો સમાવેશ થતો હોવાનુ શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ.દેવભૂમિ દ્વારકા જિલ્લાની 26 શાળાનુ 100 ટકા પરીણામ રહયુ છે.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં ઉનાળાનો મિજાજ આકરો:તાપમાન 37.6 ડિગ્રી; છેલ્લા 24 કલાક પુરા થતાં અડધી ડીગ્રી તાપમાનનો પારો વધ્યો‎
    Next Article
    પાવરચોરી કરનારાઓમાં ફફડાટ:કિંગ બેવરેજીસ સોડાના સંચાલકને વીજ ચોરીમાં રૂા. 29.41 લાખનો દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment