Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાવરચોરી કરનારાઓમાં ફફડાટ:કિંગ બેવરેજીસ સોડાના સંચાલકને વીજ ચોરીમાં રૂા. 29.41 લાખનો દંડ

    2 days ago

    જામનગર શહેરમાં કિંગ બેવરેજીસ સોડા બનાવનાર સંચાલકને પાવરચોરીના કેસમાં રૂ.29.41 લાખનો અદાલતે દંડ ફટકાર્યો છે અને દંડની રકમ 30 દિવસમાં ન ભરે તો એક વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવતા પાવરચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વીજ તંત્ર દ્વારા વર્ષ 2023માં અધીકારી વી.બી.બેલીમએ ટીમ સાથે નગરસીમ સબ ડીવીઝન હેઠળ આવતા કસાઈ કબ્રસ્તાન પાસેના વિસ્તારમાં કિંગ બેવરેજીસ સોડા બનાવનાર સમદ અસલમ ડોકારોની હાજરીમાં વીજકનેકશન ચેક કરતાં તેઓ દ્વારા તેઓ ડાયરેકટ બીનઅધિકૃત રીતે પાવરચોરી કરતા રંગે હાથ ઝડપી લીધો હતો. સ્થળ પર ચેકીંગશીટ, સ્થળ રોજકામ અને એનેક્ષર-4 તૈયાર કરવામાં આવેલ ત્યારબાદ નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા પ્રતિકસિંહ અશોકસિંહ જાડેજાએ આરોપી સમદ અસલમ ડાકોરા વિરૂધ્ધ જીયુવીએનએલ પોલીસ સ્ટેશનમાં રૂ.9,80,660ની વીજચોરી અંગે ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટની કલમ-135 મુજબની ફરિયાદ કરી હતી. તે કેસ જામનગરની સ્પે.કોર્ટમાં કેસ ચાલતા સરકાર દ્વારા પ સાક્ષી અને 21 દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવ્યા હતા. સરકારી વકીલ રાજેશ વસીયર હાજર થઈ એવી દલીલ કરેલ કે, આરોપીની હાજરીમાં વીજ ચેકીંગ કરવામાં આવેલ છે, અને હાલ ગુજરાતમાં પાવરચોરીના કેસ વધતા જાય છે. જેથી આવા કેસો અટકે માટે આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવા દલીલો કરી હતી. જે દલીલો ધ્યાને લઈને સ્પે.જજ વી.પી.અગ્રવાલએ આરોપી સમદ ડાકોરને પાવરચોરીની રકમ કરતા ત્રણ ગણો રૂ.29,41,980નો દંડ ફટકારવામાં આવ્યો છે. જો આરોપી દ્વારા 30 દિવસમાં દંડની રકમ જમા ન કરાવે તો તેને એક વર્ષની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસિસ:જામનગરમાં ધો .10ના 325 પરીક્ષાર્થી ઘટ્યા, 0.47 ટકા પરિણામ ઓછું, એ-વન ગ્રેડમાં 948 વિદ્યાર્થી ઝળક્યા
    Next Article
    दूल्हे ने चलती कार से विदेशी टूरिस्ट्स को दिया शादी का कार्ड, वायरल Video ने लोगों को कर दिया इमोशनल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment