Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોક્સો કોર્ટે મહત્વનો નિર્ણય:પિતાની સામે દુષ્કર્મની ફરિયાદ કરીને પુત્રીએ કોર્ટમાં નિવેદન બદલતા માતા-પુત્રીને નોટિસ

    2 days ago

    શહેરમાં સગા પિતા દ્વારા પોતાની જ સગીર દીકરી પર વારંવાર દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવવાના કિસ્સામાં પોક્સો કોર્ટે મહત્વનો નિર્ણય લીધો હતો. કેસમાં પિતાને આજીવન કેદની સજા ફટકારવા સાથે કોર્ટે ભોગ બનનાર દીકરી અને તેની માતાને ટ્રાયલ દરમિયાન આ બંને કોર્ટમાં ફરી જતાં જજે તેમને ‘કારણદર્શક નોટિસ’ ફટકારી હાજર નહીં રહો તો શિક્ષાત્મક કાર્યવાહી થશે એમ જણાવ્યું છે. શહેરના સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પિતાએ પોતાની 15 વર્ષની દીકરી પર વારંવાર બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા, જેના કારણે કિશોરી ગર્ભવતી બની હતી. કિશોરીએ પોતે પિતાની કરતૂતોનો વીડિયો બનાવી વિદેશ રહેતી માતાને મોકલ્યો હતો. બાદમાં માતા વડોદરા આવી હતી અને પિતા સામે ગુનો નોંધાયો હતો. ગર્ભપાતની પ્રક્રિયા પણ અદાલતના આદેશથી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન ભોગ બનનાર કિશોરી અને તેની માતાએ અદાલતમાં સોગંદ ઉપર એવી જુબાની આપી કે પિતાએ આવું કંઈ કર્યું જ નથી, પિતા માત્ર મારતા હોવાથી ગુસ્સામાં ખોટી ફરિયાદ કરી હતી. અદાલતે તેને ગંભીરતાથી નોંધી કે આરોપીને બચાવવા માટે માતા અને પુત્રીએ ઈરાદાપૂર્વક ખોટો પુરાવો આપવાનો પ્રયત્ન કર્યો છે. જોકે, એફએસએલ રિપોર્ટ, ડીએનએ અને મોબાઈલ વીડિયો જેવા મજબૂત સાયન્ટિફિક પુરાવાને આધારે કોર્ટે પિતાને તકસીરવાન ઠરાવી આજીવન કેદ ફટકારી હતી. ફરિયાદ બાદ પોતાના નિવેદનથી ફરી જતા ફરિયાદી અને સાહેદ માતાને અદાલતે નોટિસ ફટકારી છે. જેમાં 7 મેએ હાજર રહેવા માટેનો આદેશ કર્યો છે. જો ગેરહાજર રહેશે તો બીએનએસ 383 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે એમ પણ કોર્ટે જણાવ્યું છે. કોર્ટમાં ફરી જવા બદલ 3 માસની સજા થઇ શકે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 383, ન્યાયિક કાર્યવાહીમાં ખોટા પુરાવા આપનારા વ્યક્તિઓના ટ્રાયલ માટે સંક્ષિપ્ત પ્રક્રિયા પ્રદાન કરે છે. તે સત્ર અદાલત અથવા પ્રથમ-વર્ગના મેજિસ્ટ્રેટને જાણી જોઈને ખોટા અથવા બનાવટી પુરાવા પૂરા પાડવા બદલ સાક્ષી પર તાત્કાલિક કેસ ચલાવવાની સત્તા આપે છે. જ્યારે કોર્ટ ચુકાદા દરમિયાન નક્કી કરે છે કે, સાક્ષીએ જાણી જોઈને ખોટા પુરાવા આપ્યા છે અથવા બનાવટી બનાવ્યા છે, ત્યારે તે ન્યાયના હિતમાં કાર્યવાહી શરૂ કરી શકે છે. કોર્ટ ત્રણ મહિના સુધીની કેદ, એક હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા ફટકારી શકે છે. મારા કામની વાત સમાજમાં દાખલો બેસે તે માટે નોટિસ અપાઇઃ કોર્ટ સ્પે. પોક્સો જજ શકુન્તલા નરેશ સોલંકીએ આદેશમાં જણાવ્યું હતું કે, આવા ગંભીર ગુનામાં આરોપીને બચાવવા માટે અદાલત સમક્ષ ખોટી જુબાની આપવી એ ન્યાય પ્રણાલીની મજાક સમાન છે. આથી, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ-383 હેઠળ માતા અને પુત્રી સામે શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી તે અંગેની નોટિસ ફટકારવામાં આવી છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે, ગંભીર ગુનામાં જાણીજોઈને સત્ય છુપાવનાર સામે કડક કાર્યવાહી જરૂરી છે જેથી સમાજમાં ખોટો સંદેશ ન જાય.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી પૂરી થતા જ બુટલેગરો બેફામ બન્યા:પોપકોર્નના પેકેટની આડમાં હરિયાણાથી લવાતો 6.90 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
    Next Article
    મેયર,જિ.પં. અને ન.પા.ના પ્રમુખો નક્કી કરવા આજે બેઠક:ગાંધીનગરમાં ભાજપનું મેરેથોન મંથન, 123 પદો માટે નિર્ણાયક ચર્ચા કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment