Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંજો આપનાર સાજીદ નામના શખ્સની શોધખોળ:મહેસાણા ચિકનશોપમાંથી 123 ગ્રામ ગાંજા સાથે મહિલા પકડાઇ

    3 days ago

    મહેસાણા શહેરના કસ્બા વિસ્તારમાં આવેલી એક ચિકન શોપમાંથી ગાંજાના વેચાણની બાતમીના આધારે એસઓજી અને એ ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમે દરોડો પાડી એક મહિલાને ઝડપી લીધી છે. પોલીસે દુકાનમાંથી 123 ગ્રામ ગાંજો સહિત કુલ રૂ.9,650નો મુદ્દામાલ કબજે કરી સપ્લાયર સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. પોલીસને હુસેની ચોક પાસે આવેલી ગુજરાત ચિકન શોપમાં માદક પદાર્થનો વેપાર થતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ટીમે દુકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દુકાનના લાકડાના કબાટના ડ્રોવરમાંથી પ્લાસ્ટિકની ઝભલા થેલીમાં રાખેલો 123 ગ્રામ ગાંજો મળી આવતાં જપ્ત કર્યો હતો. પોલીસે રૂ.6,150નો ગાંજો, મોબાઇલ ફોન અને અન્ય દસ્તાવેજો મળી રૂ.9,650નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ચિકન શોપની માલિક શોભાસણ રોડ સ્થિત ખ્વાજા રેસીડન્સીમાં રહેતી 58 વર્ષીય રઝિયાબાનુ અહેમદહુસેન પઠાણ સામે ગુનો નોંધ્યો છે. મહિલાએ આ ગાંજાનો જથ્થો આશરે 20 દિવસ અગાઉ સાજીદ નામના શખ્સ પાસેથી મળ્યો હોવાનું જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સ્પામાં બ્યુટી ટ્રીટમેન્ટના‎નામે દેહવ્યાપાર:કડીના નેપ્ચ્યુન આર્કેડના બે સ્પામાં બ્યુટી ટ્રીટમેન્ટના નામે દેહવ્યાપાર,10 રૂપલલના અને 5 ગ્રાહકો મળ્યા
    Next Article
    ભાસ્કર એક્સક્લૂસિવ‎:યુવતીએ ડરનું કહી 112ની મદદ માંગી, 15 મિનિટમાં પહોંચેલી પોલીસે કોલ કર્યો તો જવાબ મળ્યો,"સાહેબ, હું તો બસમાં બેસી ગઈ, થેન્ક યુ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment