Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂસિવ‎:યુવતીએ ડરનું કહી 112ની મદદ માંગી, 15 મિનિટમાં પહોંચેલી પોલીસે કોલ કર્યો તો જવાબ મળ્યો,"સાહેબ, હું તો બસમાં બેસી ગઈ, થેન્ક યુ!

    3 days ago

    નાગરિકોની સુરક્ષા અને કટોકટીના સમયે તાત્કાલિક મદદ પહોંચાડવા માટે કાર્યરત ગુજરાત પોલીસની ડાયલ-112 (જનરક્ષક પ્રોજેક્ટ) સેવા અનેક લોકો માટે જીવનદાયી સાબિત થઈ રહી છે. અકસ્માત, ગુનો કે અન્ય ગંભીર પરિસ્થિતિમાં પોલીસની ટીમ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી જાય છે. જોકે, કેટલાક લોકો દ્વારા બિનજરૂરી અને હાસ્યાસ્પદ કારણોસર કરવામાં આવતા કોલના કારણે પોલીસનો કિંમતી સમય બગડતો હોવાની સ્થિતિ પણ સામે આવી રહી છે. કિસ્સો 1| થેન્ક યુ સાહેબ, મને તો બસ મળી ગઈ! એક ગ્રામ્ય વિસ્તારના સુમસામ બસ ડેપો પરથી યુવતીએ 112 પર ફોન કરીને બસ ન મળતી હોવાથી ડર લાગતો હોવાનું જણાવી મદદ માંગી હતી. કંટ્રોલ રૂમે ઘટનાને ગંભીર માની ટીમને તાત્કાલિક રવાના કરી હતી. રસ્તામાં અકસ્માત જોવા મળ્યો હોવા છતાં પહેલો કોલ હોવાથી ટીમ સીધી બસ ડેપો પર પહોંચી હતી. જોકે, ત્યાં કોઈ મળ્યું નહીં. ટીમે આશ્ચર્ય સાથે યુવતીને વળતો ફોન કર્યો. સામેથી યુવતીએ એકદમ કૂલ અવાજમાં જવાબ આપ્યો, સાહેબ, હું તો બસમાં બેસી ગઈ, મને બસ મળી ગઈ છે. થેન્ક યુ ! પોલીસ બીચારી રસ્તાનો અકસ્માત છોડીને આવી હતી અને અહીં યુવતી એસટી બસમાં સફર કરી રહી હતી. કિસ્સો 2 | બકરી માટે બાપ ને દીકરીનો ડ્રામા બીજો એક કોલ ગામડામાંથી આવ્યો. એક દીકરીએ રડમસ અવાજે ફરિયાદ કરી કે, મારા પિતા મને બહુ હેરાન કરે છે, જલ્દી પોલીસ મોકલો. પારિવારિક હિંસાનો ગંભીર મામલો સમજીને પોલીસ દોડતી-ભાગતી સીમમાં પહોંચી. ત્યાં જઈને જે વાસ્તવિકતા સામે આવી તે જાણીને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ. પિતા પાસે બે જ બકરીઓ હતી. દીકરી સાસરીમાં જઈ રહી હતી અને જિદ પકડી હતી કે મને એક બકરી આપો તો જ જાઉં! ગરીબ પિતાનું કહેવું હતું કે જો બેમાંથી એક બકરી આપી દેશે તો ઘરનું ગુજરાન કેવી રીતે ચાલશે? દીકરીએ પિતા પર દબાણ લાવવા માટે સીધો 112નો સહારો લઈ લીધો હતો. કિસ્સો 3 | 70 રૂપિયાનો‎ઇન્ટરનેશનલ ઝઘડો!‎ એક યુવકે ભારે ગભરાટ સાથે ફોન કર્યો,‎સાહેબ, મોટો ઝઘડો થયો છે, સામસામે આવી‎ગયા છે, અમને બચાવો! કાયદો અને‎વ્યવસ્થાની સ્થિતિ બગડી ન જાય એ વિચારીને‎112ની ગાડી લોકેશન પર પહોંચી. ત્યાં ખરેખર‎બે યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને‎ગરમાગરમી ચાલી રહી હતી. પોલીસે વચ્ચે‎પડીને બંનેને માંડ-માંડ છૂટા પાડ્યા અને પૂછ્યું,‎શું બાબત છે? કેમ આટલો મોટો ઝઘડો કરો‎છો? કોલ કરનાર યુવકે હાંફતા હાંફતા જવાબ‎આપ્યો, સાહેબ, આ મારો મિત્ર છે તેણે મારી‎પાસેથી 70 રૂપિયા ઉછીના લીધા હતા, તે પાછા‎નથી આપતો! માત્ર રૂ.70ના મામલામાં‎હાઈટેક પોલીસ દોડતી થઈ ગઈ હતી.‎
    Click here to Read More
    Previous Article
    ગાંજો આપનાર સાજીદ નામના શખ્સની શોધખોળ:મહેસાણા ચિકનશોપમાંથી 123 ગ્રામ ગાંજા સાથે મહિલા પકડાઇ
    Next Article
    આઇકોનિક રોડ પર પાંચ-પાંચ મીટરના અંતરે રોપાં વવાયાં:પેન્ડુલા, જેક્રેન્ડા અને ટર્મિનેલિયાના 150 વૃક્ષો વાવતાં વિસનગર લિંક રોડ બનશે ગ્રીન કોરિડોર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment