Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી પૂરી થતા જ બુટલેગરો બેફામ બન્યા:પોપકોર્નના પેકેટની આડમાં હરિયાણાથી લવાતો 6.90 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

    2 days ago

    શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ બૂટલેગરો સક્રિય થયા છે. શહેર પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ ત્રીજો દરોડો પાડીને કપુરાઈ હાઈવે પરથી પોપકોર્નના પેકેટની આડમાં લઈ જવાતો 6.9 લાખનો દારૂ જપ્ત કરી કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે નંબર 8 પર આવેલી ઓપેશ્વર મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા ટાટા ટ્રક કન્ટેનર પર દરોડો પાડ્યો હતો. કન્ટેનરની કેબિનમાં બનાવેલા ગુપ્ત ખાના અને સીટ નીચેથી વિદેશી દારૂની કુલ 384 બોટલો મળી આવી હતી, જેની કિંમત 6,90,816 થાય છે. ઝડપાયેલા ડ્રાઈવર સલીમ શેર મહમદ મુસ્લિમની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ટ્રક માલિક વિકાસ રાજેન્દ્રકુમાર ગુપ્તા રહે. દિલ્હીએ હરિયાણાથી પોપકોર્નના 786 બોક્સ ભરેલી ટ્રકમાં દારૂ છૂપાવીને મોકલ્યો હતો. આ દારૂ ગોલ્ડન ચોકડી પાસે ઉતારવાનો હતો. ડ્રાઈવરે કબૂલાત કરી હતી કે ગોલ્ડન ચોકડી પાસે એક શખ્સ ‘મહાકાલ’ નામ બોલીને ટ્રકમાં બેઠો હતો અને દારૂની એક પેટી લઈને ભાગી ગયો હતો, તે જ સમયે એસએમસી ત્રાટકી હતી. આ અંગે કપુરાઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જથ્થો મોકલનાર અને મંગાવનાર બૂટલેગરની શોધખોળ હાથ ધરી છે. ફરાર થયેલા આરોપી 1. વિકાસ રાજેન્દ્રકુમાર ગુપ્તા ,દારૂ મોકલનાર અને ટ્રક માલિક - દિલ્હી. 2. એક અજાણ્યો ડ્રાઈવર અલવર ખાતે દારૂ ભરેલી ટ્રક આપનાર. 3. બર્ગમેન મોટર સાયકલ લઈને દારૂ લેવા આવનાર અજાણ્યો શખ્સ. ઝડપાયેલો મુદ્દામાલ અને આરોપીઓ દારૂની બોટલ નંગ 384 કિંમત 6.90 લાખ, ટ્રક, પોપકોન, મોબાઈલ અને રોકડ સહિત કુલ 25,96,582 કિંમતનો મુદ્દામાલ ઝડપાયેલો આરોપી, સલીમ શેર મહમદ મુસ્લિમ રહે. રાજસ્થાન
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થીએ રચ્યું નાટક:યુવતીએ પોલીસને કહ્યું, બાઈક ચાલકે ઝેર પીવડાવી ચપ્પુથી હુમલો કર્યો,પોલીસ તપાસમાં તરકટ નીકળ્યું
    Next Article
    પોક્સો કોર્ટે મહત્વનો નિર્ણય:પિતાની સામે દુષ્કર્મની ફરિયાદ કરીને પુત્રીએ કોર્ટમાં નિવેદન બદલતા માતા-પુત્રીને નોટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment