Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાપ્રધાનના આગમનને લઈને નિર્ણય:ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બેઠક મોકૂફ, મેયરની વરણી ઘોંચમાં પડી

    9 hours ago

    પશ્ચિમ બંગાળ, આસામ, પોંડીચેરી સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને ત્રણ રાજ્યોમાં મળેલી જ્વલંત સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સોમનાથ અને ત્યારબાદ વડોદરા ખાતે રોડ શો કરવાના છે. વડાપ્રધાનના કાર્યક્રમને પગલે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક રદ કરવામાં આવી છે. જેના કારણે વડોદરાના મેયર, ડે. મેયર અને સ્થાયી ચેરમેન અને સમિતિના સભ્યોની નિમણૂક હવે ઘોંચમાં પડી હોવાનું જણાય છે. શહેરમાં યોજાયેલી પાલિકાની ચૂંટણીમાં ભાજપને 69 બેઠકો પર જીત મળી છે. જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને સ્થાયી સમિતિના સભ્યોની નિમણૂક માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. શહેર ભાજપ સંકલનની બેઠક મળ્યા બાદ બુધવારે ગાંધીનગર ખાતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની હતી. જોકે છેલ્લી ઘડીએ બેઠક રદ કરવામાં આવી હોવાનો મેસેજ શહેર સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્યોને મળ્યો હતો. સૂત્રો મુજબ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસના કારણે હાલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પોસ્ટપોન કરાઈ છે. હવે 11 તારીખે વડોદરામાં યોજાનારા રોડ શો બાદ બેઠક મળશે અને આગામી 20 તારીખ સુધીમાં નવા બોર્ડની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. બીજી તરફ હજી ચૂંટાયેલા સભ્યોના નામના કાઉન્સિલર તરીકેના ગેજેટ પણ સરકાર દ્વારા બહાર પડાયું નથી. જેથી હાલ પૂરતી પદાધિકારીઓની નિમણુક ઘોંચમાં પડી છે. બીજી તરફ ભાજપે પણ બેઠકોનો દોર શરૂ કરી વડાપ્રધાનના રોડ શોને સફળ બનાવવા માટેના પ્રયાસ શરૂ કર્યા છે. નવા કોર્પોરેટરોને એસાઇન્મેન્ટ, વોર્ડ દીઠ 1-1 હજાર લોકો લાવવા સૂચના હરણી રોડ પર ગદા સર્કલથી એરપોર્ટ સુધી વડાપ્રધાનના રોડ શોને પગલે ભારતીય જનતા પાર્ટી તૈયારીઓ શરૂ કરી છે. રોડ શોમાં 30 હજાર લોકો આવે તે માટેનો લક્ષ્યાંક મૂકી ધારાસભ્યો તેમ જ વોર્ડના નવા ચૂંટાયેલા સભ્યોને સૂચના આપી છે. રોડ શોના રૂટના નજીકના વોર્ડ-3 અને વોર્ડ-4ને 2-2 હજાર લોકોને લાવવાનું કહેવાયું છે. તદુપરાંત વોર્ડ નંબર 1, 2, 5, 6 અને 7 તથા વોર્ડ 13, 14 અને 15ના ચૂંટાયેલા સભ્યો અને સંગઠનની ટીમને 1500-1500 લોકોને લાવવાની જવાબદારી સોંપાઇ છે. જ્યારે વોર્ડ 8, 9, 10, 11, 12, 16, 17, 18, 19માંથી એક-એક હજાર લોકોને લાવવા લક્ષ્યાંક આપ્યો છે. ધારાસભ્યોને વોર્ડ દીઠ બેઠક કરી મોટી સંખ્યામાં લોકો આ રોડ શોમાં જોડાય તે માટેના પ્રયત્નો કરવા સંગઠને સૂચના આપી છે. ‘વન ડે વન રોડ’ : મોદીના રોડના શોના રૂટ પર મેગા સફાઈ ઝુંબેશ, વૃક્ષારોપણ પણ કરાયું ગદા સર્કલથી ગોલ્ડન ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર ‘વન વોર્ડ વન રોડ’ અંતર્ગત મેગા સફાઇ અભિયાન કરાયું હતું. જેમાં પાલિકાની ટીમ ઉપરાંત સામાજિક કાર્યકરો, શાળા-કોલેજના ‘ઈકો વોરિયર્સ’ અને સ્થાનિક નાગરિકોએ પણ સ્વયંભૂ જોડાઈને સકારાત્મક સહયોગ આપ્યો હતો. ગદા સર્કલથી ગોલ્ડન ચોકડી સુધીના રોડ ડિવાઇડરમાં વિવિધ રંગોના બોગનવેલના છોડનું તબક્કાવાર રોપણ કરવામાં આવ્યું છે. હાઇવે પર રોડ બનાવવાનું શરૂ, બ્રિજ પર રંગરોગાન કરાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી ગોલ્ડન ચોકડી થઈ સરદાર ધામ ખાતે સભાને સંબોધશે. જ્યારે ત્યાંથી પરત ફરીને હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધીનો રોડ શો યોજનાર છે. જેના પગલે હાઈવેથી સરદારધામ સુધી રોડ બનવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એન.એચ.એ.આઈ દ્વારા રોડ બનાવવાની કામગીરી સાથે પાલિકાએ ગોલ્ડન બ્રિજ ઉપર રંગરોગાનની શરૂઆત પણ કરી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    અપૂરતા પાણીના વિતરણ વચ્ચે રહીશોને કમઠાણ:ગાજરાવાડી સંપની સફાઈ કરાશે, 50 હજાર લોકોને પાણી નહીં મળે
    Next Article
    કપિરાજનો આતંક:કમાટીબાગમાં વાંદરાનો બાળક પર હુમલો કાનથી નાક સુધીનું ગાલ-જડબું ફાડી નાખ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment