Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કપિરાજનો આતંક:કમાટીબાગમાં વાંદરાનો બાળક પર હુમલો કાનથી નાક સુધીનું ગાલ-જડબું ફાડી નાખ્યું

    8 hours ago

    કમાટીબાગમાં ફરવા આવેલા સુરતના દંપતિના પુત્રને રિસસ મકાકે જમણા ગાલ-જડબાને કાનથી નાક સુધી ફાડી લોહીલુહાણ કરી દીધો હતો. કમાટીબાગમાં તો કોઇ તબીબ હતા નહીં કે સારવારની કોઇ વ્યવસ્થા. દંપતી પુત્રને લઇને નજીકની હોસ્પિટલમાં ગયા હતા. જો કે આ ઘટનાથી કમાટીબાગમાં સુરક્ષાવ્યવસ્થા કેટલી નબળી છે તેની પોલ ખુલી ગઇ હતી. સવારે 9 વાગ્યે 6 વર્ષના નિકેન પટેલ પર રિસસ મકાકે ઝૂમાં હુમલો કર્યો હતો. જેને પગલે મુલાકાતીઓમાં નાસભાગના દૃશ્યો સર્જાયા હતા. કમાટીબાગની નબળી સુરક્ષાવ્યવસ્થાનો આ દંપતીને અનુભવ થઇ ગયો હતો. આ વાંદરો છેલ્લા ચાર દિવસથી અહીં ફરતો હતો. રિસસ મકાક તેના આક્રમક તેવર માટે જાણીતા હોય છે. આ હુમલો કરે તેવી શક્યતા હોય છે. છતાં કમાટીબાગ કે પ્રાણી સંગ્રહાલયના તંત્ર દ્વારા મુલાકાતીઓ સાવચેત થઇને ફરે તે માટેના કોઇ બોર્ડ મૂકવામાં આવ્યા નહીં. ન તો ચાર-ચાર દિવસ સુધી શહેરમાં 577 વાંદરાઓ પકડી ચૂકેલા એક્સપર્ટને બોલાવવાની તસ્દી લેવાઇ. કાયદો કહે છે કે, જે જગ્યાનું સંચાલન કોઇ સત્તામંડળ કરે અને બહારથી કોઇ પ્રાણી પણ હુમલો કરે તો તેને રોકવાની જવાબદારી પણ સત્તામંડળની જ હોય છે. જો ઝૂમાં હુમલો થાય તો ગ્રાહક ફોરમમાં વળતરનો દાવો થઇ શકે એડવોકેટ મોન્ટુ પંડ્યાએ જણાવ્યું કે, કમાટીબાગ કે ઝૂમાં આવા બનાવો સેવામાં ખામી કહેવાય. આવા કિસ્સામાં ભોગ બનનાર વ્યક્તિ પોતાને થયેલા નુકશાન બદલ ગ્રાહક ફોરમમાં વળતરનો દાવો કરી શકે. બંધારણની કલમ-21 મુજબ સુરક્ષિત જીવનનો અધિકાર નાગરિકને હોય છે. આ મુદ્દે હાઇકોર્ટમાં રિટ કરીને પણ વળતર માંગી શકાય. આ ચોથી ઘટના છે, ભગાડવા ડાર્ટનો ઉપયોગ કર્યો છે રિસસ મકાક (વાંદરો) કમાટીબાગમાં આવ્યાની આ ચોથી ઘટના છે. આ વાંદરો ચારેક દિવસથી ફરે છે. તેને ભગાડવા અમે ડાર્ટ ગનનો ઉપયોગ પણ કર્યો છે. પણ તે એકવાર દેખા દીધા બાદ અચાનક ગાયબ થઇ જાય છે.> ડો. પ્રત્યુષ પાટણકર, ઝૂ ક્યુરેટર, કમાટીબાગ પ્રાણી સંગ્રહાલય. કોઇ તબીબ હાજર ન હતા અમે કમાટીબાગ ઝૂમાંથી નીકળી જ રહ્યાં હતા ત્યારે અચાનક વાંદરો આવી ચઢ્યો અને પહેલા મારી પત્ની પર અને પછી પુત્ર પર હુમલો કર્યો. આટલી મોટી ઘટના બની પણ કમાટીબાગ ઝૂમાં કોઇ તબીબ હાજર ન હતા. તેથી અમારે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવો પડ્યો છે. > પ્રિતેશ પટેલ, બાળકના પિતા નોલેજ
    Click here to Read More
    Previous Article
    વડાપ્રધાનના આગમનને લઈને નિર્ણય:ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બેઠક મોકૂફ, મેયરની વરણી ઘોંચમાં પડી
    Next Article
    US-Israel-Iran War Live News Updates: Iran Wants To Make Deal, Trump Says; Signals Deal Soon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment