Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દવાઓના ગેરકાયદે વેચાણનો ગોરખધંધો ઝડપાયો:નવાયાર્ડમાં ગેરકાયદે નશાકારક દવા વેચતા શિવાની મેડિસિન સ્ટોરનું લાઇસન્સ સસ્પેન્ડ

    13 hours ago

    ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નશાકારક અને માનસિક અસર કરતી દવાઓના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી હાથ ધરી છે. નવાયાર્ડ સ્થિત ‘શિવાની મેડિસિન સ્ટોર’નું લાઇસન્સ કાયમી રદ કરાયું છે. વિભાગની તપાસમાં જાણવા મળ્યું હતું કે, મે.શિવાની મેડિસિન સ્ટોરમાં કોડિનયુક્ત કફ સીરપ ઉપરાંત નિટ્રાઝેપામ અને એલ્પ્રાઝોલામ જેવી માનસિક અસર કરતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ થતું હતું. નવેમ્બર 2019માં આ સ્ટોરનું લાઇસન્સ 30 દિવસ માટે રદ કરાયું હતું. 2021માં પણ પીબી-રેક્સ અને બેસ્કોડેક્સ જેવી દવાઓના ગેરકાયદે વેચાણ બદલ કાર્યવાહી કરાઇ હતી. 2025માં તપાસમાં ગેરરીતિઓ સામે નોટિસ આપવામાં આવી હતી. 5 પ્રકારની નશાકારક દવાઓના ગેરકાયદે વેપાર અને સરકારી નોટિસનો સ્ટોર તરફથી સંતોષકારક જવાબ ન મળતાં વિભાગે બુધવારે શિવાની મેડિસિન સ્ટોરનું કાયમી લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લીધો હોવાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સત્તાવાહ જાહેરાત કરી હતી. યાદશક્તિ ઘટવી, શ્વાસની તકલીફ, કિડની ફેલ જેવી સાઈડ ઈફેક્ટ કરતી દવા પ્રિસ્ક્રિપ્શન વિના વેચતા હતાં આ દવાઓના દુરપયોગથી નશાની લત, શ્વાસ લેવામાં તકલીફ, માનસિક અસરો અને જીવલેણ પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. આવી ગંભીર સાઇડ ઇફેક્ટ્સ ઉપરાંત યાદશક્તિમાં ઘટાડો, શ્વાસની તકલીફ, કિડની ફેઈલ અને લાંબા ગાળે વ્યક્તિ કોમામાં જઈ શકે છે અથવા તેનું મૃત્યુ પણ થઈ શકે છે. આ તમામ બાબતને ધ્યાનમાં રાખીને, જાહેર આરોગ્યના હિતમાં સંબંધિત મેડિકલ સ્ટોરનું લાઇસન્સ કાયમી રીતે રદ્દ કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સેવાયજ્ઞ:ગાયત્રી પરિવાર 108 સગર્ભાઓને ગર્ભ સંસ્કાર આપશે, દિવ્ય પેઢીના નિર્માણનો સંકલ્પ લેવાશે
    Next Article
    સિટી એન્કર:શિક્ષિકા ખાય તો જડબા નીચે સોજો આવતો, નિદાન કરતાં લાળગ્રંથિમાં 4 પથરી મળી, તબીબે કહ્યું, ફાસ્ટફુડથી થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment