Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘મારી સાથે અપ્રાકૃતિક સંબંધ બાંધી વીડિયો ઉતાર્યો’:આણંદના બિલ્ડર પતિનો મિત્ર ઘરે આવી ખરાબ નજર રાખતો, વડોદરામાં 4 વર્ષના બાળકની થેરાપી કરાવતી મહિલાની રડતાં-રડતાં આપવીતી

    2 days ago

    મારા પતિને મેં કેનેડાના PR કરાવી આપ્યા હતા, ત્યારબાદ મારા પતિએ ભારત પરત આવ્યા બાદ મારી સાથે જબરદસ્તી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું અને એના વીડિયો ઉતારી લીધા હતા. મારા પતિનો મિત્ર રિપલ ઘરે આવીને મારા પર ખરાબ નજર રાખતો અને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરતો હતો. આ શબ્દો છે વડોદરામાં રહીને પોતાના 4 વર્ષના બાળકની થેરાપી કરાવતી મહિલાના… પતિ અને સાસરિયાના અસહ્ય ત્રાસથી પરેશાન મહિલાએ સમગ્ર મામલે સાસુ જોત્સનાબેન પટેલ, સસરા જશભાઈ ગોવિંદભાઈ પટેલ અને આણંદના બિલ્ડર પતિ કાર્તિક પટેલ અને કાર્તિકના મિત્ર રિપલ પટેલ સામે વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. ‘કેનેડાના PR આવતા જલ્દી લગ્ન કરવાનું નક્કી કર્યું’ પીડિતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારાં પ્રથમ લગ્ન વર્ષ 2011માં થયાં હતાં અને ત્યારબાદ ત્યાં મેળ ન આવતા છૂટાછેડા થઈ ગયા હતા. વર્ષ 2017માં એક મિત્ર થકી મારી મુલાકાત કાર્તિક સાથે થઈ હતી અને એકબીજા સાથે ઓળખાણ વધી હતી. એ સમયે એક્સપ્રેસ એન્ટ્રીમાં મારા કેનેડાના PR આવી ગયા હોવાથી, કાર્તિકના પરિવારજનોએ મારી સાથે વાતચીત કરીને જેટલું જલ્દી શક્ય હોય એટલા જલ્દી લગ્ન કરી લેવાનું નક્કી કર્યું. આ પછી વર્ષ 2018માં હું કેનેડા ગઈ અને ત્યાંથી પાછી આવ્યા બાદ 2019માં વેદ મંદિરમાં અમારાં લગ્ન થયાં. કેનેડામાં દીકરાનો જન્મ થતાં પતિને PR મળ્યા લગ્ન પછી મેં કાર્તિકની ફાઈલ મૂકી, પણ 3 વર્ષ સુધી તેમની ફાઈલની કોઈ પ્રોસેસ થઈ નહીં. આ કારણે મારા સાસુ જોત્સનાબેન પટેલ, સસરા જશભાઈ ગોવિંદભાઈ પટેલ અને પતિ કાર્તિક પટેલ તરફથી મારા પર સતત દબાણ કરવામાં આવતું હતું. હું કેનેડા હોઉં ત્યારે પણ તેઓ વારંવાર પૂછ્યા કરતા કે ફાઈલ આગળ કેમ નથી વધતી, ત્યારબાદ કાર્તિકે એવું સૂચન કર્યું કે આપણે બાળકની યોજના કરીએ, કારણ કે બાળકના જન્મ પછી કેનેડામાં PR સરળતાથી મળી જશે. તે મુજબ વર્ષ 2022માં કેનેડામાં અમારા દીકરાનો જન્મ થયો અને ત્યારબાદ કાર્તિકને પણ કેનેડાના પીઆર મળી ગયા. ‘મારે ત્યાં નોકરો છે, હું અહીં કામધંધો કરવા નથી આવ્યો’ કેનેડા આવ્યાના 1-2 મહિનામાં જ કાર્તિકનું વર્તન બદલાઈ ગયું અને તેમણે ત્રાસ આપવાનું શરૂ કર્યું. તેઓ એવું કહીને મહેણાં મારતા કે ‘મારે ત્યાં નોકરો છે, હું અહીં કામધંધો કરવા નથી આવ્યો, આપણે પાછા જતાં રહીએ’. ઘરમાં સતત ઝઘડા થતા અને તેઓ મને મારઝૂડ પણ કરતા. આ અંગે જ્યારે મેં US રહેતા મારા સાસુ-સસરા અને નણંદને જાણ કરી, ત્યારે તેમણે પણ મને પાછા ભારત જતાં રહેવાની સલાહ આપી અને આશ્વાસન આપ્યું કે ભારતમાં બધું સારું થઈ જશે. તેમના ભરોસે વર્ષ 2023માં હું મારા છોકરાને લઈને ભારત પાછી આવી, પરંતુ અહીં આણંદ આવ્યા પછી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. નાની નાની બાબતોમાં ઝઘડા કરીને મારા પિયરમાંથી સોનું લઈ આવવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. સાસુ-સસરા પણ કાર્તિકનો જ પક્ષ લેતા હતા. ‘મારી સાથે અપ્રાકૃતિક સંબંધ બાંધી વીડિયો ઉતારી લીધા’ આ સિવાય કાર્તિકે તેના મિત્રોને ઘરે બોલાવવાનું શરૂ કર્યું હતું. તેના મિત્રોમાંથી એક મિત્ર મારા પર ખરાબ નજર રાખતો, અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતો અને કાર્તિકની ગેરહાજરીમાં પણ ઘરમાં રોકાઈ જતો હતો. મેં આ અંગે કાર્તિકને ફરિયાદ કરી અને તે મિત્રને ઘરે ન બોલાવવા વિનંતી કરી, પણ કાર્તિકે ઉલટો મારા પર જ આક્ષેપ મૂક્યો. કાર્તિક મારી સાથે બળજબરી અને અત્યાચાર કરતો, ના પાડું તો માર મારતો અને મારી સાથે અપ્રાકૃતિક સંબંધ (સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય) બાંધ્યો હતો અને મારા વીડિયો પણ ઉતારી લીધા હતા. પછીથી માફી માંગીને વીડિયો ડિલીટ કર્યાનું કહ્યું હતું, પણ મને તેના પર કોઈ વિશ્વાસ નથી. જે માણસ પોતાના મિત્રથી પણ પોતાની પત્નીનું રક્ષણ ન કરી શકે, તેની સાથે હું કઈ રીતે રહી શકું? ‘પરિવારજનોએ મારો ફોન બ્લોક કર્યો’ મારા પતિ કાર્તિક પટેલ ‘હું બીમાર છું’ તેમ કહીને અચાનક ગાયબ થઈ ગયા હતા. તેમની ગેરહાજરીમાં તેમના મિત્ર રિપલ પટેલે ઘરમાં ઘૂસીને ડ્રાઇવર અને વોચમેન દ્વારા મારા પર દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું. તેઓ મને મારી મરજી વિરુદ્ધ ઘરમાંથી બહાર ન નીકળવા દેતા અને પીધેલી હાલતમાં ફોન કરીને મારી સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કરતા હતા. આ અસુરક્ષિત માહોલ અને પેનિક એટેકના કારણે હું મારી એક ઓળખીતી રીટાબેનને ત્યાં રહેવા જતી રહી હતી. મારા સાસુ-સસરા અમેરિકા હતા અને તેમણે પણ મારો ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો. બાદમાં મને વોચમેન અને ડ્રાઇવર અનીશ પાસેથી જાણવા મળ્યું કે રિપલ પટેલ, ડ્રાઇવર અને મારી નણંદ બધા મારા પતિના સંપર્કમાં હતા અને વાત કરતા હતા, માત્ર મારો જ ફોન બ્લોક રાખવામાં આવ્યો હતો. ‘બાળકનો મેડિકલ ખર્ચ આપવાની ના પાડી’ જ્યારે કાર્તિક પાછા આવ્યા, ત્યારે મેં તેમને રિપલની આ હરકતો વિશે જણાવ્યું, પરંતુ તેમણે તેની સામે કોઈ પગલાં ન લીધા. ઉલટાનું કાર્તિકે મારી સાથે મારપીટ કરી હતી. મેં આ અંગે મારા સાસુ-સસરાને પણ માહિતી આપી, પરંતુ સાસરિયામાંથી કોઈએ મારો પક્ષ ન લીધો કે સંબંધ બચાવવાનો પ્રયાસ ન કર્યો. મારા દીકરાને 'સ્પીચ ડીલે' (બોલવામાં તકલીફ)ની સમસ્યા હોવાથી તેની થેરાપી વડોદરા કાશીબા હોસ્પિટલમાં ચાલે છે. હું જ્યારે તેને થેરાપી માટે લઈ જઈને પાછી આવતી, ત્યારે ઘરમાં લોક મારી દેવામાં આવતું અને વોચમેન બેસાડી મને અંદર આવવા દેતા નહીં. ડ્રાઇવર પણ મને હોસ્પિટલ કે રસ્તા વચ્ચે મૂકીને જતો રહેતો હતો. આખરે કાર્તિકે મને અને મારા બાળકના ખર્ચ માટે એક પણ રૂપિયો ન આપવાની તથા ઘર છોડી દેવાની ધમકી આપી હતી. ‘6 મહિનાથી વડોદરામાં રહીને દીકરાની સારવાર કરાવી રહી છું’ આ સતત ત્રાસથી કંટાળીને હું ઘર છોડીને નીકળી ગઈ છું અને છેલ્લા 6 મહિનાથી વડોદરામાં રહીને મારા દીકરાની સારવાર કરાવી રહી છું. આ સમગ્ર મામલે મેં ખંભોળજ પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવ્યો છે અને વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે અને જીરો નંબરથી ફરિયાદ આણંદ જિલ્લાના ખંભોળજ પોલીસ સ્ટેશનમાં મોકલી આપવામાં આવી છે. ખંભોળજ પોલીસમાં પણ ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે વધુ કાર્યવાહી ચાલી રહી છે. ‘અફેરના આક્ષેપો મૂકી ઘર છોડવાનું કહેતા’ મારા પર સતત અને વિવિધ રીતે માનસિક તથા શારીરિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. મને રાત્રે સરખી રીતે ઊંઘ પણ આવતી નથી. સતત એ જ ડર રહે છે કે આગળ મારી સાથે શું અણબનાવ બનશે. હું માત્ર એક સારો પરિવાર ઈચ્છતી હતી, પરંતુ હવે બધું વેરવિખેર થઈ ગયું છે. મારા પર અફેર હોવાના ખોટા આક્ષેપો મૂકીને ઘરમાંથી નીકળી જવા અને છૂટાછેડાના કાગળો પર સહી કરી દેવાની સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. મારા પતિને PR મળ્યા પછી જ આ તમામ સમસ્યાઓ અને વિવાદો શરૂ થયા હતા. ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ. ‘પતિએ બાળકની ખબરઅંતર પૂછવાની તસ્દી લીધી નથી’ અંતમાં તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે મારી પર બળજબરી કરીને જે આપત્તિજનક વીડિયો ઉતારવામાં આવ્યા છે, તે વાઇરલ કરવામાં આવશે અથવા મિત્રો સાથે શેર કરવામાં આવશે. છેલ્લા 6 મહિનાથી મારા બાળકની સારવાર અને થેરાપી ચાલી રહી છે, છતાં પણ પતિએ એકવાર પણ ફોન કરીને બાળકની ખબરઅંતર પૂછવાની તસદી લીધી નથી.
    Click here to Read More
    Previous Article
    લાલપુર-પોરબંદર રોડ પર ઇલેક્ટ્રિક સ્કૂટરે વ્યક્તિને ટક્કર મારી:પગપાળા જતા રામાભાઈ કરંગીયાને ગંભીર ઈજા, અનેક હોસ્પિટલમાં સારવાર કરાવી
    Next Article
    ગીર ગઢડા બાદ હવે નવસારીમાં બાળકને દીપડો ઉઠાવી ગયો:આંગણામાં રમતા માસૂમને જંગલમાં ખેંચી ગયો, ઘરથી 500 મીટર દૂર ક્ષત-વિક્ષત હાલતમાં મૃતદેહ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment