Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે જિલ્લા કક્ષાનો મેગા રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે:પ્રોડક્શન મેઇન્ટેનન્સ, ઇલેક્ટ્રોનિક ટેક્નિશિયન, ટ્રેઈની, ડિઝાઇન ઓપરેટર, ટ્રેઈની એન્જિનિયર, સેલ્સ એક્ઝિક્યુટિવ અને એકાઉન્ટન્ટ સહિતની 500 જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે

    19 hours ago

    મોડેલ કરીયર સેન્ટર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી,વડોદરા, યુઈબી વડોદરા ઓફિસ તથા આઈટીઆઈ તરસાલી, વડોદરાના સંયુકત ઉપક્રમે આઈટીઆઈ કેમ્પસ, તરસાલી વડોદરા ખાતે જિલ્લા કક્ષાના મેગા રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન આવતીકાલે મંગળવારે સવારે 10 વાગે કરવામાં આવ્યું છે. 18 થી 35 વર્ષના ધો.10 પાસ, 12 પાસ, આઇટીઆઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ ભાઈઓ અને બહેનો ભાગ લઈ શકશે. ભરતી મેળામાં પ્રોડક્શન મેઇન્ટેનન્સ, ઇલેક્ટ્રોનિક ટેક્નિશિયન, ટ્રેઈની, ડિઝાઇન ઓપરેટર, ટ્રેઈની એન્જિનિયર, સેલ્સ એક્ઝિક્યુટિવ, એકાઉન્ટન્ટ જેવી 500થી વધુ જગ્યા માટે 20થી વધુ નોકરીદાતા હાજર રહીને ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેશે. ભરતી મેળા ઉપરાંત જે ઉમેદવારોને સ્વરોજગાર કરવો હોય તેમને સરકારની સ્વરોજગાર લોન સહાય યોજનાઓ, ઉદ્યોગ સાહસીકતા અંગે તેમજ રોજગારલક્ષી ફ્રી વોકેશનલ તાલીમ કોર્ષ અંગે વિના મુલ્યે માહીતી, માર્ગદર્શન આપવામા આવશે. તેમજ વિદેશ રોજગાર અને શિક્ષણ માટે સેફ લીગલ માઈગ્રેશન અંગે ફ્રી માહીતી મળશે તેમજ ઓનલાઈન રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલ અને એન.સી.એસ પોર્ટલ પર નામ નોંધણી કેમ્પ પણ યોજાશે. આ રોજગાર ભરતી મેળામાં અને સ્વરોજગાર માર્ગદર્શન માટે રસ ધરાવતા ઉમેદવારોને સમયસર સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીની યાદીમા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    નાના કેરાળામાં ક્ષત્રિય કારડીયા રાજપૂત શિક્ષક સ્નેહ મિલન:પ્રાથમિક શિક્ષક પરિવાર ડીરેક્ટરીનું વિમોચન, 150થી વધુ શિક્ષકો ઉપસ્થિત
    Next Article
    વેરાવળ ટાવર ચોકમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ:વ્યસ્ત વિસ્તારમાં મચી અફરાતફરી, સદનસીબે જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment