Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાથરોટ ગામમાં નેટવર્ક નહીં હોવાથી ગ્રામજનો મુશ્કેલીમાં.:ડિજિટલ યુગમાં પણ ભાથરોટ ગામમાં નેટવર્ક શૂન્ય: 108 એમ્બ્યુલન્સ કે ઓટીપી માટે પણ અગાશી પર ચડવા મજબૂર ગ્રામજનો.

    2 days ago

    ​જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું 5 હજારની વસ્તી ધરાવતું ભાથરોટ ગામ આજે પણ ટેક્નોલોજી અને આધુનિક યુગમાં અંધારામાં જીવન જીવવા મજબૂર બન્યું છે. દેશભરમાં ડિજિટલ ઈન્ડિયા અને 5G યુગના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ છેવાડાના ગામમાં પ્રાથમિક સુવિધા સમાન મોબાઈલનું નેટવર્ક સુદ્ધાં ઉપલબ્ધ નથી. ગામમાં નેટવર્ક શૂન્ય હોવાના કારણે સરકારી કામકાજથી માંડીને રોજિંદા વ્યવહારો ઠપ થઈ ગયા છે. ​ગામના સરપંચ પ્રતિનિધિ હીરાભાઈ હાથાભાઈ વાઢિયાએ જણાવ્યું હતું કે, તેમના ગામમાં નેટવર્કની ખૂબ જ મોટી સમસ્યા છે અને આ બાબતે અગાઉ બે-ત્રણ કંપનીના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેઓ માત્ર આવીને જતા રહે છે અને કોઈ કાયમી ઉકેલ આવતો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતમાં ખેડૂતોને મગફળી, ચણા, તુવેર તથા અડદ જેવા પાકના ઓનલાઈન ફોર્મ ભરવા માટે બે-બે કે ત્રણ-ત્રણ દિવસ સુધી લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે. પ્રાથમિક શાળાના નાના બાળકોના અભ્યાસ તેમજ આંગણવાડીના કામોમાં પણ આ જ પ્રકારની મુશ્કેલીઓ નડે છે. તેમણે ગંભીરતા દર્શાવતા જણાવ્યું હતું કે ગામમાં 108 એમ્બ્યુલન્સ બોલાવવી હોય તો પણ કોલિંગ થતું નથી અને દર્દીની સારવાર માટે અગાસી ઉપર ચડીને ફોન કરવો પડે છે, જેમાં જો બે કલાકનો વિલંબ થાય તો દર્દીના જીવ જોખમમાં મુકાઈ જાય છે. તેમણે વહેલી તકે નેટવર્કની આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને ગ્રામજનો તથા ખેડૂતોને રાહત અપાવવાની માંગ કરી છે. ​ગામના રહીશ છગનભાઈ અર્જનબાલસે જણાવ્યું હતું કે, તેમના ગામની 5,000 ની વસ્તી છે અને અત્યારે ઓનલાઈન યુગમાં તમામ કામો ઠપ થઈ ગયા હોવાથી એક પણ કામ સમયસર થતું નથી. તેમણે જણાવ્યું હતું કે બાળકોના ઓનલાઈન શિક્ષણ અને હોમવર્ક બાબતે પણ ભારે તકલીફ પડે છે. ખેડૂતોના ફોર્મ અને પંચાયતના દાખલા જેવાં સામાન્ય કામો કે જે પંદર મિનિટમાં થઈ જવા જોઈએ, તે માટે બે-બે દિવસ બગડે છે અને નેટવર્ક ન મળવાને કારણે લોકોને આ કામો માટે બહારગામ જવાની ફરજ પડે છે. ​ગામના અન્ય એક રહીશ વિરમભાઈ ગોવિંદભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, નેટવર્કની આ ગંભીર સમસ્યાના કારણે તેમના તમામ અગત્યના કામો અટકી પડે છે. ઘરમાં બિલકુલ નેટવર્ક આવતું નથી અને મકાનના મેળીએ ચડીએ ત્યારે જ ત્રુટક-ત્રુટક નેટવર્ક મળે છે. તાલુકા અને જિલ્લા કક્ષાના મહત્વપૂર્ણ કામો પણ નેટવર્કના અભાવે રઝળી પડે છે, જેથી આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી તેમણે જોરદાર વિનંતી કરી છે. ​ગામના રહીશ જયેશભાઈ બાબુભાઈ ભુવાએ જણાવ્યું હતું કે, હાલમાં સરકાર દ્વારા તમામ કામગીરી ઓનલાઈન કરી દેવામાં આવી છે પરંતુ તેમના ગામમાં નેટવર્ક જ ન હોવાથી કામ કેવી રીતે કરવું તે મોટો પ્રશ્ન છે. વીસી (VCE) પાસે જઈએ તો પણ ત્યાં કોઈ કામ થતું નથી અને નેટવર્ક માટે પાંચ-છ કિલોમીટર દૂર બહાર જવું પડે છે. મોબાઈલમાં વ્યવસ્થિત વાતચીત પણ થઈ શકતી નથી અને સરકારી કે અન્ય કામકાજ માટે જરૂરી ઓટીપી પણ યોગ્ય સમયે આવતો નથી, જેના કારણે ડિજિટલ સિસ્ટમના આ યુગમાં તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    નિવૃત્ત મહિલા તબીબને ‘ડિજિટલ અરેસ્ટ’ કેસમાં સાળો-બનેવી ઝડપાયા:કંપનીનું કરંટ એકાઉન્ટ 6% કમિશનથી ભાડે આપ્યું'તુ, 6 દિવસમાં 2.50 કરોડ જમા થયા'તા, બેન્ક કર્મીએ ફ્રોડ હોવાનું કહેવા છતાં ડરેલા મહિલાએ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા
    Next Article
    Gujarat UCC Bill Gets President's Nod: Marriage, Divorce, Inheritance And Live-In Rules

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment