Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકસભા અનિશ્ચિત સમય માટે સ્થગિત:સંસદ પરિસરમાં સત્તા પક્ષ-વિપક્ષી સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યું

    4 days ago

    ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ છે. ગુરુવારે લોકસભાની કાર્યવાહી એક મિનિટ પણ ચાલી નહીં. સ્પીકર ઓમ બિરલાએ વંદે માતરમ ગવડાવ્યું અને ત્યારબાદ કાર્યવાહીને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી. સત્તા પક્ષ અને વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. 20 જુલાઈથી શરૂ થયેલા સત્રમાં વિપક્ષ NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીને લઈને સતત હોબાળો કરી રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે જંતર-મંતર પ્રદર્શન પર સંસદમાં ચર્ચા કરવાની ઓફર કરતા સ્પીકરને પત્ર લખ્યો છે. સમય નક્કી થતાં તેઓ ગુરુવારે જવાબ આપી શકે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષને શાહનું “લેક્ચર” નથી જોઈતું, પહેલા જણાવો કે વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવવાનો આદેશ કોણે આપ્યો. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું, ‘હું સંપૂર્ણપણે નિરાશ છું. સરકાર ચર્ચા ઈચ્છે છે, પરંતુ વિપક્ષ ભાગી રહ્યો છે.’ તેમણે કહ્યું કે જો વિપક્ષ તૈયાર હોય તો સત્ર લંબાવી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ:હરિયાળી ત્રીજ, પુત્રદા એકાદશી ને રક્ષાબંધન સહિતના તહેવારો ઉજવાશે, જાણો કયા દિવસે શું કરવું
    Next Article
    વડનગરમાં શ્રાવણના પ્રારંભે ડમરુ યાત્રા:હર્ષ સંઘવીએ યાત્રાનો પ્રારંભ કરાવી ડમરું વગાડ્યું, 108 નિષ્ણાત કલાકારના વાદનથી નગરી શિવમય બની

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment