Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટંકારાના છતર ગામમાં જુગાર પર પોલીસની રેડ:સ્ટ્રીટ લાઇટના અજવાળે 8 શખ્સો જુગાર રમતા ઝડપાયા, ₹24,800 રોકડ જપ્ત

    3 days ago

    ટંકારા પોલીસે છતર ગામમાં જાહેરમાં જુગાર રમતા આઠ ઈસમો સામે કાર્યવાહી કરી છે. પોલીસે ગામમાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ ₹24,800 રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટંકારા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે તેમને છતર ગામના દેવીપૂજક વાસમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં શૈલેષભાઈ ચમનભાઈ પરમાર (ઉંમર 26), સુભાષભાઈ રાજેશભાઈ પરમાર (ઉંમર 28) અને અજયભાઈ મહેશભાઈ પરમાર (ઉંમર 21), ત્રણેય રહે. છતર ગામ, દેવીપૂજક વાસ, તા. ટંકારા, ઝડપાયા હતા. પોલીસે આ ત્રણેય ઈસમો પાસેથી ₹11,500 રોકડા જપ્ત કર્યા હતા. તેમની વિરુદ્ધ જુગાર ધારા કલમ-12 હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત, છતર ગામમાં જય પાન પાછળની શેરીમાં પણ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે બીજી રેડ કરતા અર્જુનભાઈ રાજેશભાઈ પરમાર (ઉંમર 23), છગનભાઈ ધનજીભાઈ પરમાર (ઉંમર 32), સંજયભાઈ રાણાભાઈ પરમાર (ઉંમર 36), સાયદભાઈ જેરામભાઈ પરમાર (ઉંમર 27) અને કૃષ્ણભાઈ રાજેશભાઈ પરમાર (ઉંમર 21), તમામ રહે. છતર ગામ, તા. ટંકારા, ઝડપાયા હતા. પોલીસે આ પાંચેય ઈસમો પાસેથી ₹13,300 રોકડા જપ્ત કર્યા હતા. તેમની વિરુદ્ધ પણ જુગાર ધારા કલમ-12 હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આમ, છતર ગામમાં બે અલગ-અલગ સ્થળોએ કરાયેલી કાર્યવાહી દરમિયાન ટંકારા પોલીસે કુલ આઠ ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી કુલ ₹24,800 રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડનગરમાં શ્રાવણના પ્રારંભે ડમરુ યાત્રા:હર્ષ સંઘવીએ યાત્રાનો પ્રારંભ કરાવી ડમરું વગાડ્યું, 108 નિષ્ણાત કલાકારના વાદનથી નગરી શિવમય બની
    Next Article
    મોરબીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ:રાજ્યમંત્રી, કલેક્ટર સહિત હજારો લોકોએ દેશભક્તિનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment