Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવલેણ હુમલો:હિંમતનગરમાં સાળાએ બનેવી પર તલવારથી જીવલેણ હુમલો કર્યો

    9 hours ago

    હિંમતનગરના મહેતાપુરામાં બ્રહ્માણીનગર અંબિકાનગર સોસાયટીમાં ગત સોમવારની રાત્રે કૌટુંબિક ઝઘડામાં સાળાએ તલવાર વડે આતંક મચાવ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. મહેતાપુરા જકાતનાકા નજીક વીજાપુર રોડ ઉપર વાસુલાલના ખમણ નામની નાસ્તાની લારી ચલાવતા વાસુભાઈ શંકરદાસ પટેલે પોતાના સાળા પ્રદિપકુમાર પોપટલાલ પટેલ (મૂળ રહે. રંગપુરડા, કડી, જિ. મહેસાણા) સામે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે તેમના સાળા પ્રદિપે બે દિવસ અગાઉ તેમના ઘરે જઈ કુલર તોડી નાખ્યું હતું. જે બાબતે તેના સાસુ શકરીબેને ઠપકો આપતા પ્રદિપે તેની માતા અને પત્ની પિંકીબેન સાથે મારઝૂડ કરી હતી, જેથી બંને ઘર છોડીને ચાલ્યા ગયા હતા. ગત તા.4/05/26ના રોજ રાત્રે આશરે નવેક વાગે પ્રદિપ તલવારો લઈને વાસુભાઈ શંકરદાસ પટેલના ખમણના ગોડાઉનના દરવાજે ઘા કરતો હોવાની જાણ આશીફભાઈ અંસારીએ કરતાં વાસુભાઈ અને તેમની પત્ની તેજલબેન દોડી ગયા હતા. વાસુભાઈ પાછા ખસી જતાં તેમને કપાળ, મૂછની ડાબી બાજુ અને ડાબા હાથના ભાગે તલવાર વાગતા લોહીલુહાણ થયા હતા. આ દરમિયાન વાસુભાઈએ બચાવમાં તલવાર પકડી લેતા, પ્રદિપે તલવાર છોડાવવા માટે ઘા કર્યો હતો, જેમાં પ્રદિપનો પોતાનો જ જમણો અંગૂઠો કપાઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ફોટો ઈન્વેસ્ટિગેશન:‘પૂરને આમંત્રણ’: દંતેશ્વર નજીક 7.42 કરોડ ખર્ચી પહોળી કરેલી રૂપારેલ કાંસમાં 250 મીટર સુધી ભૂમાફિયાનો કાટમાળ
    Next Article
    ધો-10નું પરિણામ:સા.કાં.માં ધો-10ના પરિણામમાં ગત વર્ષ કરતાં 4.32 ટકા સુધાર‎, અરવલ્લીનું પરિણામ ગત વર્ષ કરતાં 3.16% વધ્યું‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment