Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ફોટો ઈન્વેસ્ટિગેશન:‘પૂરને આમંત્રણ’: દંતેશ્વર નજીક 7.42 કરોડ ખર્ચી પહોળી કરેલી રૂપારેલ કાંસમાં 250 મીટર સુધી ભૂમાફિયાનો કાટમાળ

    7 hours ago

    શહેરમાં 2024માં આવેલા પૂર બાદ વિશ્વામિત્રી સાથે 4 ઝોનમાં આવેલી કાંસની સફાઈ કરાઈ હતી. વારસિયા સિંધુસાગર તળાવથી નીકળતી રૂપારેલ કાંસને પહોળી કરવા 7.42 કરોડનો ખર્ચ કર્યો છે. જોકે તંત્રના નિરીક્ષણના અભાવે દંતેશ્વર નજીક કાંસના પટ પર હજારો ટન કાટમાળ ખડકાયો છે. નજીવા વરસાદમાં આજવા-વાઘોડિયા રોડની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થાય છે. જે પાણી રૂપારેલ કાંસથી જાંબુઆ નદીમાં 3થી 4 દિવસે જાય છે. જેથી પાલિકાએ 2024ના પૂર બાદ માર્ચ 2025માં કાંસ પહોળી કરવા 7.42 કરોડ ખર્ચ્યા હતા. જો કે, દંતેશ્વર નજીક અનુપમનગર નાળા પાસે કાંસના પટ સમાંતરે 250 મીટર સુધી કાટમાળ ખડકાયો છે. દીવાલ તોડી ત્યાંથી ટ્રેક્ટર મારફતે રોજ કાટમાળ ઠાલવવામાં આવી રહ્યો છે, જે ગતિવિધિથી તંત્ર અજાણ જણાયું છે. અધિકારીને મોકલીને તપાસ કરાવું છું, કાર્યવાહી કરાશે આ સંદર્ભે વોર્ડના ઇજનેરો સાથે વાતચીત કરી તપાસ કરાવી લઉં છું. તપાસ કરીને કડક કાર્યવાહી થશે. > દિગ્નેશ ડામોર, વોર્ડ ઓફિસર, વોર્ડ 16 કાટમાળ ઠલવાતાં આજવા રોડ, વાઘોડિયા રોડ, વાડી, ડભોઈ રોડ સહિત વિસ્તાર સૌથી વધુ પૂર પ્રભાવિત થશે સામાન્ય વરસાદમાં પણ હાઇવેથી આવતા પાણીથી આજવા-વાઘોડિયા રોડ, વાઘોડિયા-ડભોઈ રિંગ રોડ પર ઘૂંટણ સમાં પાણી ભરાય છે. દંતેશ્વર નજીક ખડકાયેલા કાટમાળથી ચોમાસમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય તો આજવા રોડ, વાઘોડિયા રોડ, વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ, ગાજરાવાડી સહિતના વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા ઉદ્ભવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    2,000-passenger casino vessel can’t sail into Goa’s Mandovi river just yet, Bombay HC says
    Next Article
    જીવલેણ હુમલો:હિંમતનગરમાં સાળાએ બનેવી પર તલવારથી જીવલેણ હુમલો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment