Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો-10નું પરિણામ:સા.કાં.માં ધો-10ના પરિણામમાં ગત વર્ષ કરતાં 4.32 ટકા સુધાર‎, અરવલ્લીનું પરિણામ ગત વર્ષ કરતાં 3.16% વધ્યું‎

    8 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10ની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાઇ હતી. જેનું પરિણામ બુધવારના રોજ સવારે 8:00 કલાકે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સાબરકાંઠા જિલ્લાનું 82.91 % પરિણામ જાહેર થયું હતું. સાબરકાંઠાનું પરિણામમાં ગત વર્ષની સરખામણીએ 4.32 % સુધારો થયો હતો. ગત ફેબ્રુઆરી માર્ચ મહિનામાં યોજાયેલ બોર્ડ પરીક્ષામાં નોંધાયેલ 19875 વિદ્યાર્થીઓ પૈકી 19276 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 15981 પાસ અને 3295 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતાં. તે પૈકી જિલ્લામાંથી 678 વિદ્યાર્થીઓએ એ1 ગ્રેડ મેળવ્યો છે. આ વખતે પરિણામમાં ગત વર્ષની તુલનાએ 4.32 ટકાનો સુધારો થયો છે. સાબરકાંઠા જિલ્લાની 37 શાળાનુ઼ પરિણામ 100 % આવ્યું છે ગઇ સાલ પણ 29 શાળાઓએ 100 % પરિણામ મેળવ્યું હતું. 30 % થી ઓછું પરિણામ મેળવતી શાળાઓમાં એકનો ઘટાડો થયો છે જેમાં 30 % થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 4 થઈ છે જે ગઇ સાલ 5 હતી આમ 1 શાળાનો ઘટાડો થયો છે. તો 10 % કરતાં ઓછું પરિણામ ધરાવતી સાબરકાંઠાની 2 શાળાઓનો સમાવેશ થાય છે. સાબરકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની જેમ જ ધોરણ 10ના પરિણામમાં 2.45 થી 7.55 ટકા સુધીનો સુધારો જોવા મળ્યો છે જે સૌથી સારી બાબત છે. જ્યારે તલોદ જાદર નવા રહેવા અને પૂંસરીમાં સરેરાશ 15 ટકાનો સુધારો થયો છે જ્યારે રણાસણ પરીક્ષા કેન્દ્ર ના પરિણામમાં સૌથી વધુ 8.67 ટકા નો ઘટાડો થયો છે. છેલ્લા ચાર વર્ષના પરિણામમાં સાબરકાંઠા જિલ્લાના પરિણામમાં સતત સુધારો થઇ રહ્યો છે. સાબરકાંઠાના પરીણામમાં વર્ષ 2024માં સૌથી ઉંચુ પરિણામ 80.67 ટકા જયારે 2023માં ત્રણ વર્ષની સરખામણીમાં સૌથી નીચુ 59.03 ટકા જયારે 2025માં 78.59 ટકા પરિણામ રહ્યું હતું. અને વર્ષ 2026માં 82.91 ટકા પરિણામ આવ્યું છે એટલે કે, સાબરકાંઠાના પરિણામમાં છેલ્લા ચાર વર્ષમાં થોડી વધઘટ સાથે સતત સુધારો થયો છે. અરવલ્લીનું પરિણામ ગત વર્ષ કરતાં 3.16% વધ્યું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચ મહિનામાં યોજાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે બોર્ડના ધોરણ-10ના 83.86 % પરિણામની સરખામણીમાં અરવલ્લી જિલ્લાએ 88.88% પરિણામ હાંસલ હાસલ કર્યું છે. બોર્ડના પરિણામ કરતા સરેરાશ 5.02 ઊંચું પરિણામ મેળવેલ છે. વર્ષની સરખામણીએ આ વર્ષે જિલ્લાના પરિણામમાં 3.16% નો નોંધપાત્ર વધારો નોંધવા પામ્યો છે આ વર્ષે જિલ્લામાંથી કુલ 15420 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. તેમાંથી 13638 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ ઝળહળતી સફળતા મેળવી છે. જિલ્લાના કુલ 7 તાલુકામાં આવેલા 27 પરીક્ષા કેન્દ્રો પર માર્ચ મહિનામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રવાર પરિણામની વાત કરીએ તો મોડાસા તાલુકાના જીતપુર કેન્દ્રનું સૌથી ઊંચું 95.44% પરિણામ આવ્યું છે. જ્યારે બીજી તરફ ભિલોડા કેન્દ્રનું પરિણામ 73.30% સાથે જિલ્લામાં સૌથી ઓછું નોંધાયું છે. જિલ્લાના વિવિધ કેન્દ્રોમા આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ઉતાર ચડાવ જોવા મળ્યો હતો જેમાં બાયડ કેન્દ્રની પરિણામ 2025 મા 69.76% હતું જે 22.18ટકા વધી 91.93 % થયું હતું જ્યારે ભિલોડાન ગત વર્ષે 81.19% માંથી 7.30 % ઘટી 69.76 જેટલુ નીચું પરિણામ આવ્યું છે ખેડૂતના દીકરાએ વગર ટયુશને 94.33 ટકા મેળવ્યા હિંમતનગર તાલુકાના રૂપાલ ગામની સ્કૂલમાં અભ્યાસ કરતાં સંકેત રણછોડભાઇ વણકરે કોઇપણ પ્રકારના ટ્યુશન કે શહેરી સુવિધા વિના સમગ્ર શાળામાં પ્રથમ નંબર મેળવેલ છે. તેણે ધો. 10માં 94.33 ટકા હાંસલ કર્યા છે. સંકેતના માતા પિતા ખેતીકામ કરે છે. રૂપાલની ગ્રામ્ય શાળામાં ભણતા સંકેતે ફકત શાળામાં શિક્ષકો દ્વારા ભણાવવામાં આવતા અભ્યાસમાં પુરતુ ધ્યાન આપીને તથા ઘરે રોજના ચારથી પાંચ કલાક વાચન કરીને આ સિધ્ધિ હાંસલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જીવલેણ હુમલો:હિંમતનગરમાં સાળાએ બનેવી પર તલવારથી જીવલેણ હુમલો કર્યો
    Next Article
    Live: Vijay Oath-Taking Set To Be Delayed, AIADMK MLAs Moved To Resort: Sources

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment