Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ નોંધાઈ:મોબાઇલના દુકાનદારને ફોન પર ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી

    18 hours ago

    રાજકોટના વિવેકાનંદનગર વિસ્તારમાં રહેતા અને ગાયત્રીનગર શેરી નં.4/5 કોર્નર પર મોબાઇલની દુકાન ચલાવતા વિજયભાઈ બાંભવાએ નથુ અરજણભાઈ ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, 20 દિવસ પહેલા તેમના દૂરના સગા રોહિત સાથે દુકાને બોલાચાલી થઈ હતી, જે બાદ ઘરમેળે સમાધાન થઈ ગયું હતું. જોકે, આ મુદ્દે ખાર રાખી રોહિતના કાકા નથુભાઈ ડાભીએ તા.4 મેના રોજ વિજયભાઈને ફોન કરી ગાળો બોલી ધમકી આપી હતી. ત્યારબાદ તા. 5 મેની રાત્રે ફરી ફોન કરી “તું, તારો ભાઈ અને તારા બાપા ક્યાં છે તે જોઈ લઉ” કહી ઉશ્કેરાટભર્યા શબ્દોમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા વેપારી ભયભીત બન્યો હતો. બનાવથી ગભરાઈ વિજયભાઈએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો અને આખરે પોતાના ભાઈ, પિતા અને સગા સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:28.21 કરોડની વેટ ચોરીનો મામલો: ઇગલ ટ્રાવેલ્સના સંચાલક બંધુની જામીન અરજી અદાલતે ફગાવી દીધી
    Next Article
    રાષ્ટ્રીય સ્તરે પોતાની વાત રજૂ કરવાની તક:CBSE ‘AI-યુગ’ માટે શિક્ષકોને તૈયાર કરશે પુણેમાં દેશ-વિદેશના શિક્ષકોની ગ્લોબલ કોન્ફરન્સ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment