Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:28.21 કરોડની વેટ ચોરીનો મામલો: ઇગલ ટ્રાવેલ્સના સંચાલક બંધુની જામીન અરજી અદાલતે ફગાવી દીધી

    17 hours ago

    રાજકોટના વ્યાપારી જગતમાં ખળભળાટ મચાવનાર રૂ.28.21 કરોડ રૂપિયાના ટેક્સ ચોરીના કેસમાં મુખ્ય આરોપી મનીષ રસિકભાઈ બાવરિયા અને જયેન્દ્ર રસિકભાઈ બાવરિયાને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. DCB પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ આગોતરા જામીન મેળવવામાં નિષ્ફળ રહ્યા બાદ, રેગ્યુલર જામીન માટેની તેમની અરજીને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પરાગ મહેન્દ્રભાઈ શાહે સખત અવલોકનો સાથે નામંજૂર કરી છે. આ કેસની વિગતો મુજબ, આરોપીઓએ કાયદાનો દુરુપયોગ કરી ટેક્સ બચાવવા માટે ગંભીર ગેરરીતિ આચરી હતી. જામીન અરજીની સુનાવણી દરમિયાન બચાવ પક્ષની દલીલ હતી કે, આ કેસ 17 વર્ષ જૂનો છે. આશ્ચર્યજનક વાત એ છે કે, રસિકલાલ બાવરિયા જેઓનું અવસાન 2005માં થયું હતું, તેમનું નામ પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યું હતું. આ કેસ માત્ર હેરાન કરવા માટે નોંધાયો છે. આરોપીઓને તા.3-5-2026ના રોજ અટક કરી પોલીસે રિમાન્ડની માગણી કરતા તે નામંજૂર કરવામાં આવી છે અને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આરોપી વિરુદ્ધ લગાડવામાં આવેલા ગુનાની સજાની જોગવાઇ વંચાણે લઇએ તો 7 વર્ષ કરતા ઓછી છે. એફઆઇઆરમાં જે વેટની રકમ દર્શાવવામાં આવી છે તે ડિસ્પ્યુટેડ છે, પરંતુ કોર્ટે તપાસના કાગળો જોઈને નોંધ્યું કે આ એક સુનિયોજિત આર્થિક ગુનો છે. સરકારી વકીલ એપીપી અતુલ પટેલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, આરોપીઓએ તેમની મિલકતો વેચાણ આપી દીધી છે. આરોપીઓ સામે આક્ષેપિત ગુનાની સજા ઓછી હોવાથી ગુનાની ગંભીરતા ઘટી જતી નથી. આરોપીઓએ ડાયરેક્ટર તરીકે છૂટા થવાની કોઇ પ્રોસિજર કરી નથી. ઈગલ મોટર્સ પ્રા.લિ. અને અન્ય પેઢીઓ દ્વારા વર્ષ 2008થી 2015 દરમિયાન વેટ (VAT) અને CST પેટે કુલ ₹ 28,20,90,423 જેટલી માતબર રકમ ભરવામાં આવી નથી. અગાઉ નોટિસ બજેલ હોવા છતાં કોઇ રકમ આરોપીઓએ ભરી નથી. સેશન્સ કોર્ટે પણ આગોતરા જામીન આપ્યા નથી. તે જ રીતે આરોપીઓએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જે વીથ ડ્રો કરેલી છે. આરોપીઓએ ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હોવાના ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કર્યા હોવાની પણ આશંકા છે. આ પ્રકારના કૃત્યો દેશના અર્થતંત્ર ઉપર ગંભીર નુકસાન પહોંચાડી શકે તેમ છે. જો આવા ગુનામાં આરોપીને જામીન આપવામાં આવે તો સમાજ પર અવળી અસર પડે તેમ છે અને આ પ્રકારના ગુના વધવાની શક્યતા રહેલી છે. કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે, જ્યારે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડતા આવા ગંભીર આર્થિક ગુનાઓ આચરવામાં આવે ત્યારે જામીન આપી શકાય નહીં. તપાસ હજુ પ્રાથમિક તબક્કે છે અને આરોપીઓ પુરાવા સાથે ચેડાં કરી શકે તેવી શક્યતાને જોતા જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે. આ કેસને ઓડિટ બાદ વિધાનસભામાં મુકાયો હતો ઇગલ ટ્રાવેલ્સના રૂ.28.21 કરોડના વેટ બાકીના કેસની વિગત વેટ વિભાગ દ્વારા ઓડિટ કરાયા બાદ નિયમાનુસાર ‌વિધાનસભામાં મુકાયો હતો અને વિધાનસભા દ્વારા આવા કરોડો રૂપિયાના ડિફોલ્ટરો સામે જેટલા કેસ હોય તેમાં ફોજદારી કરવા આદેશ કરાયો હતો. જેના પગલે વેટ વિભાગ દ્વારા ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કાળા કારોબારનો પર્દાફાશ:ઓડિશાથી ગાંજો લાવી વાંકાનેર સ્ટેશને ટ્રેનમાં ઉતરી રાજકોટ પહોંચવાનો પેડલરનો ખેલ SOGએ ઊંધો પાડ્યો
    Next Article
    ફરિયાદ નોંધાઈ:મોબાઇલના દુકાનદારને ફોન પર ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment