Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રીય સ્તરે પોતાની વાત રજૂ કરવાની તક:CBSE ‘AI-યુગ’ માટે શિક્ષકોને તૈયાર કરશે પુણેમાં દેશ-વિદેશના શિક્ષકોની ગ્લોબલ કોન્ફરન્સ

    19 hours ago

    શિક્ષણ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા પ્રભાવને જોતા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2026-27 માટે ‘કોમ્પ્યુટેશનલ થિંકિંગ અને AI’ ને ટ્રેનિંગનો મુખ્ય વિષય જાહેર કર્યા બાદ, હવે આગામી નવેમ્બર મહિનામાં પુણે ખાતે બે દિવસીય ‘નેશનલ ટીચર્સ કોન્ફરન્સ 2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં દેશ-વિદેશની CBSE શાળાઓના પ્રિન્સિપાલ અને શિક્ષકો ભાગ લઈ શકશે, જેમાં નિષ્ણાતો દ્વારા AIના નૈતિક ઉપયોગ અને ભણાવવાની નવી પદ્ધતિઓ પર માર્ગદર્શન આપવામાં આવશે. આ કોન્ફરન્સમાં માત્ર લેક્ચર જ નહીં, પણ શિક્ષકો માટે 7 વિવિધ સબ-થીમ નક્કી કરવામાં આવી છે. જેમાં AI માટેની તૈયારી, ગણિત અને કોમ્પ્યુટેશનલ થિંકિંગનો સંબંધ, વાસ્તવિક દુનિયામાં AIનો ઉપયોગ અને ખાસ કરીને AIના ઉપયોગમાં રાખવાની થતી નૈતિકતા (Ethics) પર ભાર મૂકવામાં આવ્યો છે. જે શિક્ષકોએ અગાઉ જિલ્લા કક્ષાના વર્કશોપમાં શ્રેષ્ઠ પેપર રજૂ કર્યા હશે, તેમને રાષ્ટ્રીય સ્તરે પોતાની વાત રજૂ કરવાની તક મળશે. આવી રીતે રજિસ્ટ્રેશન કરી શકાશે CBSEની ટ્રેનિંગ વેબસાઇટ (https://cbseit.in) પર જાઓ. Register for CBSE National Teachers’ Conference-2026’ પર ક્લિક કરો. સ્કૂલ મેનેજમેન્ટ અથવા ઇન્ડિવિડ્યુઅલ આઈડીથી લોગીન કરો અને જે ફી નક્કી કરવામાં આવી છે તેની ઓનલાઇન ચૂકવણી કરો. ફી ભર્યા બાદ કન્ફર્મેશન ઇ-મેલ ચેક કરી લો. થીમ મુજબ શ્રેષ્ઠ કેસ પેપર રજૂ કરનારને ખાસ એવોર્ડ અપાશે કોન્ફરન્સમાં ભાગ લેવા ઈચ્છતા પ્રતિનિધિઓ માટે CBSEની ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઇન લિંક જાહેર કરી દેવામાં આવી છે. રજિસ્ટ્રેશન ‘વહેલા તે પહેલા’ના ધોરણે કરવામાં આવશે અને બેઠકો ભરાઈ ગયા બાદ લિંક બંધ કરી દેવામાં આવશે. નોંધનીય છે કે, આ કોન્ફરન્સમાં ભાગ લેનાર તમામ શિક્ષકોને CBSE દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે. આ ઉપરાંત, થીમ મુજબ શ્રેષ્ઠ કેસ પેપર રજૂ કરનારને ખાસ એવોર્ડ પણ એનાયત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ નોંધાઈ:મોબાઇલના દુકાનદારને ફોન પર ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી
    Next Article
    રાજકોટની 130 સ્કૂલનું 100% પરિણામ:45 શાળાનું પરિણામ 50%થી પણ ઓછું !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment