Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની 130 સ્કૂલનું 100% પરિણામ:45 શાળાનું પરિણામ 50%થી પણ ઓછું !

    20 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બુધવારે જાહેર કરાયેલા ધોરણ-10ના પરિણામમાં રાજકોટ જિલ્લાએ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. સમગ્ર રાજ્યનું પરિણામ 83.86% રહ્યું છે, જેની સામે રાજકોટ જિલ્લાનું પરિણામ 88.11% નોંધાયું છે. ગત વર્ષની સરખામણીએ જિલ્લાના પરિણામમાં 0.92% નો વધારો થયો છે, જે શિક્ષણની સુધરતી ગુણવત્તાનો પુરાવો છે. રાજકોટ જિલ્લાની કુલ 130 સ્કૂલ એવી છે જેનું પરિણામ 100% આવ્યું છે. ગયા વર્ષે આવી 100% પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 122 હતી જે આ વર્ષે વધી છે. બીજીબાજુ 30%થી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા આ વર્ષે 09 રહી છે જે ગયા વર્ષે 11 હતી. આ ઉપરાંત રાજકોટની 45 શાળા એવી છે જેનું પરિણામ 50%થી ઓછું આવ્યું છે. જેમાં 25 સ્કૂલનું પરિણામ 41થી 50 ટકા રહ્યું છે, 7 સ્કૂલનું પરિણામ 31થી 40 ટકા, 5 સ્કૂલનું પરિણામ 21થી 30 ટકા, 5 સ્કૂલનું પરિણામ 11થી 20 ટકા અને 3 શાળાનું પરિણામ 10%થી પણ ઓછું રહ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા બુધવારે ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર કરાયું છે. રાજકોટ જિલ્લાનું ધો.10નું 88.11% પરિણામ નોંધાયું છે જે ગયા વર્ષની સરખામણીએ 0.92% વધારે છે. સ્ટડી ટેબલ પર 99.99 PRનો ગોલ લખી રાખ્યો હતો, વિવેકે 99.94 PR મેળવ્યા પ્રધાનમંત્રી ડ્રીમ પ્રોજેક્ટ લાઈટહાઉસ આવાસમાં રહેતા વિવેક કુખાણીએ ધો.10ના વર્ષની શરૂઆતમાં જ સ્ટડી ટેબલ પર 99.99 PRનો ગોલ લખી રાખ્યો હતો અને આજે તે લક્ષ્યની અત્યંત નજીક પહોંચ્યો છે. તેણે ધોરણ-10માં 99.94 PR મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. ઈલેક્ટ્રિકની દુકાન ધરાવતા પિતા અલ્પેશભાઈના સહયોગથી વિવેકે આ સિદ્ધિ મેળવી છે. ભવિષ્યમાં એન્જિનિયર બની દેશની સેવા કરવાનું વિવેકનું સપનું છે. સંઘર્ષ અને મક્કમ નિર્ધાર સાથે મેળવેલી તેની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે. 80% દિવ્યાંગતા છતાં સાહિલે રાઈટરની મદદથી મેળવી સફળતા રાજકોટના સાહિલ હિતેશભાઈ પારેખે પોતાની શારીરિક મર્યાદાઓને પછાડીને ધોરણ-10ની પરીક્ષામાં C2 ગ્રેડ સાથે પ્રશંસનીય પરિણામ મેળવ્યું છે. સાહિલ જન્મથી જ 80% શારીરિક દિવ્યાંગતા ધરાવે છે અને તેને હાથ-પગની ગંભીર તકલીફ છે. આટલા મોટા શારીરિક સંઘર્ષ છતાં, ભણતર પ્રત્યેની અતૂટ ધગશને કારણે તેણે હાર ન માની અને રાઈટરની મદદથી બોર્ડની પરીક્ષા આપી હતી. સાહિલે સાબિત કરી દીધું છે કે જો મનમાં અડગ વિશ્વાસ અને ભણવાની તમન્ના હોય, તો ગમે તેવા કપરા સંજોગો પણ આડે આવતા નથી. તેની આ સિદ્ધિ સમાજના દરેક વિદ્યાર્થી માટે પ્રેરણાનો સ્રોત બની છે.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રીય સ્તરે પોતાની વાત રજૂ કરવાની તક:CBSE ‘AI-યુગ’ માટે શિક્ષકોને તૈયાર કરશે પુણેમાં દેશ-વિદેશના શિક્ષકોની ગ્લોબલ કોન્ફરન્સ
    Next Article
    રાધે ક્રિષ્ના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પહેલ:કડવા-લેઉવા પાટીદાર સમાજ માટે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન; 150થી વધુ રજિસ્ટ્રેશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment