Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હીટસ્ટ્રોક ન લાગે તેની તકેદારી:દરેક સરકારી કચેરી અને જાહેર સ્થળે છાંયા અને પાણીની વ્યવસ્થા કરવા આદેશ

    15 hours ago

    રાજકોટમાં 42 ડિગ્રી સેલ્શિયસ કે તેથી વધુનું તાપમાન નોંધાઈ રહ્યું છે. આ ઉંચા તાપમાન અને હીટવેવને કારણે આરોગ્ય પર ગંભીર અસર પડે છે. ખાસ કરીને જાહેર સ્થળો કે પછી સરકારી કચેરીએ આવતા અરજદારો હીટસ્ટ્રોકનો શિકાર ન બને તે માટે છાંયડો અને પાણીની વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટર કચેરીએ આદેશ કર્યો છે. હીટવેવ એક્શન પ્લાન અંતર્ગત જેમાં નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછારે સૂચના આપી છે કે, વિવિધ તાલુકાઓમાં આવેલી સરકારી કચેરીઓ સહિત, જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ, પ્રવાસન સ્થળો, શાળાઓ, બાંધકામ સાઇટ વગેરે તમામ જગ્યા પર પીવાનું પાણી, જરૂરી દવાઓ, ઓ.આર.એસ. તથા છાંયડો વગેરે વ્યવસ્થા કરવી. સ્થાનિક દાતાઓ, એન.જી.ઓ. દ્વારા કામદારોને છાશ, લીંબુ પાણી વિતરણ કરવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા કરવા જણાવાયું હતું. મનરેગા સાઇટ તેમજ બાંધકામ સાઇટ્સ પર મજૂરીમાં રોકાયેલા કામદારો માટે આરામના શેડ્સ, પીવાનું સ્વચ્છ પાણી, ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન, સમર કેપ્સ પૂરી પાડવા, ગરમીની મોસમમાં મૃત્યુના તમામ કારણો અને હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ પર દેખરેખ રાખવા સૂચના અપાઈ હતી. હીટસ્ટ્રોકથી મોતની જાણ કંટ્રોલ રૂમમાં કરવી પડશે રાજકોટ શહેરમાં બે દિવસ પહેલાં જ હીટસ્ટ્રોકથી મોતના બે બનાવ બન્યા હતા. હીટવેવના કારણે કોઈ માનવ મૃત્યુ નોંધાય તો તે અંગે તુરંત જ જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમ પર તાત્કાલિક જાણ કરવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત હીટવેવ દરમિયાન ફૂડ પોઇઝનિંગના કેસ પણ વધતા હોય છે. આથી જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરવા, કામકાજના સ્થળોએ મજૂરોને જરૂરી હેલ્થ ચેકઅપ સહિતની વ્યવસ્થા પૂરી પાડવા જણાવાયું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 15000 મેટ્રિક ટન કોલસો જપ્ત:‘સ્વાગત’માં ફરિયાદ નિવારણ બાદ રિવ્યૂ લેવાની સિસ્ટમ ચિંતન શિબિરમાં ચર્ચાઈ
    Next Article
    કાળા કારોબારનો પર્દાફાશ:ઓડિશાથી ગાંજો લાવી વાંકાનેર સ્ટેશને ટ્રેનમાં ઉતરી રાજકોટ પહોંચવાનો પેડલરનો ખેલ SOGએ ઊંધો પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment